Get The App

વિરમગામમાં કતલખાને લઇ જવાતા વાછરાડાને બચાવાયો

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
વિરમગામમાં કતલખાને લઇ જવાતા વાછરાડાને બચાવાયો 1 - image

કાર સહિત દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે તાઈવાડા વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢી ઉઠક-બેઠક કરાવી માફી મંગાવી

વિરમગામવિરમગામ ટાઉન પોલીસની ટીમ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શંકાસ્પદ સેન્ટ્રો ગાડી નજરે પડી હતી. પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કર્યો હોવા છતાં ચાલકે ગાડી ભગાડી મૂકી હતી.

પોલીસે સતર્કતા દાખવી ચોકસી બજારથી ગાડીનો પીછો કર્યોે હતો. પોલીસ પાછળ હોવાનું જાણી આરોપીઓ અલ બદર પાર્ક પાસે ગાડી મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટયા હતા. તપાસ દરમિયાન ગાડીમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલા ગૌવંશ (વાછરડા) મળી આવ્યા હતા. પોલીસે ગાડી અને ગૌવંશ સહિત કુલ રૃપિયા ૧,૫૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી મુખ્ય આરોપી અવેશ નૂરમહંમદ શેખ અને ઇસ્માઇલ ઉસ્માનગની વેપારી (રહે. તાઈવાડા, વિરમગામ)ની અટકાયત કરી હતી. ગૌવંશને કતલ કરવાના ઈરાદે લઈ જનાર આ શખ્સોને પોલીસ ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર બનાવનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તાઈવાડા વિસ્તારમાં પોલીસે બંને આરોપીઓની જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી મંગાવી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. આ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.