વડોદરા સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં એક આધેડની લાશ મળી આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે કલાલી અને કિશનવાડી વિસ્તારના બે યુવકોએ આપઘાત કરી લીધો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારે સેવાસી ગામ ખોડિયા તળાવડી નજીક સીમમાંથી જતા લોકોએ આંબાના ઝાડ પર એક લટકતી લાશ જોઇને પોલીસને કોલ કર્યો હતો. પોલીસે સ્થળ પર જઇને મૃતદેહને નીચે ઉતારી પી.એમ. માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મૃતકે ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પી.એમ. રિપોર્ટ આવ્યા પછી જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, હજી મૃતકની ઓળખ થઇ શકી નથી. જે અંગે પોલીસે આજુબાજુના વિસ્તારમાંથી ગુમ થયેલા લોકોની માહિતી મેળવવાનું શરૃ કર્યું છે. કલાલી ગામના ૨૪ વર્ષના રાહુલભાઇ રમેશભાઇ માલવીયાએ ગળા ફાંસો ખાઇ લેતા તેનું મોત થયું છે. જ્યારે અન્ય એક કિસ્સામાં કિશનવાડી સુદામાપુરી ઝૂંપડપટ્ટીમંા રહેતા ૩૫ વર્ષના રવિ કાંતિભાઇ ચુનારાએ ગળા ફાંસો ખાઇ લેતા મોત થયું હતું.બંને કિસ્સામાં આપઘાતનું કારણ જાણી શકાયું નથી.


