Get The App

કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે 1 - image

૧૫ જુલાઈ સુધી વિશેષ ટ્રેન દોડાવા પશ્ચિમ રેલવેનો નિર્ણય

આજથી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી ટિકિટ બુકિંગ કરી શકાશે

ભાવનગરભાવનગર મંડળના ગાંધીગ્રામ સ્ટેશનથી પ્રયાગરાજ વચ્ચે દોઢ માસ સુધી દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવા નિર્ણય કરાયો છે.

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખી ભાવનગર મંડળમાંથી વધુ એક સ્પેશિયલ ટ્રેન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગાંધીગ્રામ-પ્રયાગરાજ જંક્શન વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન આગામી ૩૧મી મેથી દોડતી થશે. આ અંગે ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, તા.૩૧-૫થી તા.૧૫-૭ સુધી ગાંધીગ્રામ-પ્રયાગરાજ જંક્શન ટ્રેન દર રવિવાર અને બુધવારે સાંજે ૫-૨૦ કલાકે ઉપડી બીજા દિવસે રાત્રે ૮ કલાકે પ્રયાગરાજ જંક્શન પહોંચશે. પ્રયાગરાજથી તા.૩૦-૫થી તા.૧૪-૭ સુધી દર શનિવાર અને મંગળવારે સાંજે ૪-૧૫ કલાકે ટ્રેન પ્રસ્થાન થઈ બીજા દિવસે બપોરે ૩-૩૦ કલાકે ગાંધીગ્રામ પહોંચશે. બન્ને દિશામાં ચાંદખેડા રોડ, મહેસાણા (જં), પાલનપુર (જં), આબુરોડ, સુમેરપુર જવાઈ બાંધ, ફાલના, મારવાડ (જં), બ્યાવર, અજમેર (જં), કિશનગઢ, જયપુર, ગાંધીનગર-જયપુર, બાંદીકુલ, ભરતપુર, ઈદગાહ, ટૂંડલા (જં), ઈટાવા (જં), ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર ટ્રેનનો હોલ્ટ થશે. આવતીકાલ તા.૩૦-૫ને શનિવારથી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી ટિકિટ બુકિંગ શરર્ થશે તેમ ઉમેર્યું હતું.