Get The App

મોડીરાત્રે આઇસક્રીમ ખાવા કાર લઇને નીકળેલા ૧૬વર્ષના કિશોરે પાંચથી છ ને અડફેટે લીધા

કારેલીબાગ અમિતનગર ચાર રસ્તા પાસે અકસ્માતની હારમાળા સર્જનાર કિશોરને પકડીને ટોળાએ મેથીપાક ચખાડયો

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
મોડીરાત્રે આઇસક્રીમ ખાવા કાર લઇને નીકળેલા ૧૬વર્ષના કિશોરે પાંચથી છ ને અડફેટે લીધા 1 - image

 દરા,મોડીરાત્રે ઘરેથી કાર લઇને નીકળેલા ૧૬ વર્ષના કિશોરે અમિતનગર સર્કલ પાસે બે વાહનોને તથા રાહદરીઓને અડફેટે લીધા હતા. અકસ્માત થયા પછી કાર અથડાઇને ઊભી રહી જતા કાર ચલાવતા કિશોરને લોકોએ પકડી  પોલીસને સોંપી દીધો હતો.

વી.આઇ. પી. રોડ અમિતનગર નજીક મોડીરાત્રે થયેલા અકસ્માતની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હરણી મોટનાથ  રોડ પર રહેતો ૧૬ વર્ષનો કિશોર રાત્રે ઘરેથી કાર લઇને આઇસક્રીમ ખાવા માટે નીકળ્યો હતો. અમિતનગર ચાર રસ્તા પહોંચતા  પહેલા તેણે ચાલતા જતા દંપતી અને બાળકને ટક્કર મારી હતી. અકસ્માત પછી ગભરાયેલા કિશોરે કાર દોડાવી દીધી હતી. ચાર રસ્તા પાસે એક ટેમ્પાને અથાડી આગળ ટુ વ્હિલર પર જતા માતા અને પુત્રને પણ ટક્કર મારી હતી. ત્યારબાદ કાર અથડાઇને  આગળ ઊભી રહી ગઇ હતી. લોકોએ કાર ચલાવતા કિશોરને પકડી લીધો હતો. કેટલાક લોકોએ કારચાલકને માર માર્યો હતો. બનાવની જાણ થથા પોલીસ દોડી ગઇ હતી અને કાર ચલાવતા કિશોરને પકડી લાવી હતી. અકસ્માતમાં ઘાયલ ચારથી પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.