Get The App

વાઘોડિયાની દેવનદીમાં યુવકને મોંઢામાં દબોચી 10 ફૂટનો મગર કલાકો સુધી ફરતો રહ્યો

સાંજ પડી જતાં વડોદરા ફાયર બ્રિગેડે કામગીરી મુલતવી રાખી

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
વાઘોડિયાની દેવનદીમાં યુવકને મોંઢામાં દબોચી 10 ફૂટનો મગર કલાકો સુધી ફરતો રહ્યો 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની દેવનદીમાં મગરે આજે વધુ એક યુવકનો શિકાર કર્યો હોવાનો બનાવ બનતાં ગ્રામજનોમાં ભયની લાગણી વ્યાપી છે.મહાકાય મગર યુવકના મૃતદેહને લઇ કલાકો સુધી ફરતો જોવા મળ્યો હતો.

વડોદરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોની સંખ્યા વધી રહી છે અને માનવી પર હુમલાના બનાવો પણ વધી રહ્યા છે.જેમાં આજે વાઘોડિયા તાલુકાના વ્યારા નજીક કાગડીપુરા ગામે દેવનદીમાં વધુ એક બનાવ બન્યો હતો.

મિથુન વસાવા નામનો ૨૩ વર્ષીય યુવક બારેક વાગ્યાના અરસામાં ઢોર ચારવા માટે ગયો હતો ત્યારે તેના મિત્ર સાથે પાણી લેવા માટે દેવનદીમાં આવ્યો હતો.મિત્ર ઉપરના ભાગે ઉભો હતો ત્યારે મિથુન કારબો લઇને નીચે પાણીમાં ઉતરતાં જ દસ થી બાર ફૂટના મગરે તેને પૂંછડીની થપાટ મારીને અંદર ખેંચી લીધો હતો.યુવકે બચાવો..ની બૂમો પાડી હતી.પરંતુ મગર તેને કમરમાંથી પકડીને નદીમાં ગરકાવ થઇ ગયો હતો.

વાઘોડિયાની દેવનદીમાં યુવકને મોંઢામાં દબોચી 10 ફૂટનો મગર કલાકો સુધી ફરતો રહ્યો 2 - imageબનાવને પગલે લોકોના ટોળાં જામ્યાં હતા અને પોલીસ,વડોદરા ફાયર બ્રિગેડ તેમજ ફોરેસ્ટની ટીમો દોડી આવી હતી.આ વખતે મગર યુવકને મોંઢામાં લઇને ચાર થી પાંચ કલાક સુધી પાણીમાં ફરતો દેખાયો હતો. ફાયર બ્રિગેડની બોટ નજીક જાય એટલે મગર પાણીમાં ગરકાવ થતો હતો અને ફરી પાછો બહાર આવી જતો હતો.જે દ્શ્ય લોકોને કંપાવી મૂકે તેવું હતું.આખરે સાંજ પડી જતાં ઇઆરસીની ટીમે કામગીરી મુલતવી રાખી હતી.

ફાયર બ્રિગેડની કામગીરી દરમિયાન અનેક મગરો નજરે પડયા,અવાજથી ભગાડયા

વાઘોડિયાની દેવનદીમાં યુવકને મોંઢામાં દબોચી 10 ફૂટનો મગર કલાકો સુધી ફરતો રહ્યો 3 - imageકાગડીપુરા ગામે યુવકને મોંઢામાં લઇ નદીમાં ફરતા મગર પાસે વડોદરાની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ વારંવાર પહોંચી હતી.પરંતુ મગર યુવકને છોડતો નહતો.ચારેક કલાક સુધી આવી રીતે મગર ફરતો રહ્યો હતો.ફાયર સૈનિક પરવેઝ મનસુરીએ કહ્યું હતું કે,કામગીરી દરમિયાન ચેક ડેમ પાસે બીજા પણ અનેક મગરો નજરે પડયા હતા.જેથી અમે બોટના મશીનનો અવાજ તેમજ હાકોટા પાડી તેમને ભગાડયા હતા.વ્યારાના સરપંચ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે,મગરથી લોકોના જીવ બચાવવા માટે ફોરેસ્ટ વિભાગે કામગીરી કરવી જોઇએ.