Gujarat

ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓની ‘મોજ’! 1649 કેસ નોંધાયા પણ સજા માત્ર 76ને

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ માટે સેફ ઝોન બન્યું છે. છેલ્લા 3 વર્ષમાં 65,549 કિલો ડ્રગ્સ, 45,564 ટેબ્લેટ્સ અને 4,841 લિટર પ્રવાહી ડ્રગ્સ ઝડપાયું છે. 2 વર્ષમાં 121 કિલો કોકેઈન પણ પકડાયું. 1649 કેસ નોંધાયા છતાં, નબળી તપાસ અને ચાર્જશીટને કારણે મોટાભાગના માફિયાઓ સજાથી બચી ગયા. યુવા પેઢી બરબાદીના આરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓની ‘મોજ’! 1649 કેસ નોંધાયા પણ સજા માત્ર 76ને
IMAGE - ENVATO

Gujarat Drug Bust: મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પર દાયકાઓથી 'નશાબંધી'નો કાયદો અમલમાં છે, પરંતુ આ કાયદો માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવું બિહામણું ચિત્ર સામે આવી રહ્યું છે. દરિયાઈ અને રોડ માર્ગે ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે અને રાજ્ય ડ્રગ્સ માફિયાઓ માટે સેફ લેન્ડિંગ ઝોન બની ગયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાંથી 65,549 કિલો ડ્રગ્સ, 45,564 નશીલી ટેબ્લેટ્સ અને 4,841 લિટર પ્રવાહી ડ્રગ્સ ઝડપાયું છે. આ ઉપરાંત છેલ્લા 2 વર્ષમાં 121 કિલો હાઈ-ક્વોલિટી કોકેઈન પણ પકડાયું છે.

3 વર્ષમાં 1649 કેસ નોંધાયા, છતાં ડ્રગ્સ માફિયાઓ સજાથી બચી ગયા

ગુજરાતમાં ડ્રગ્સનો આટલો મોટો કાળો કારોબાર ચાલતો હોવા છતાં કાયદાકીય કારવાઈના નામે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં ડ્રગ્સ સંબંધિત કુલ 1649 કેસો પોલીસ ચોપડે નોંધાયા હતા. આટલા વિશાળ નેટવર્ક અને હજારો કિલો નશાનો જથ્થો પકડાયો હોવા છતાં માત્ર ગણતરીના ડ્રગ્સ માફિયાઓ જ કોર્ટમાં દોષિત ઠરી શક્યા છે. પોલીસ ડ્રગ્સનો જથ્થો પકડીને વાહવાહી મેળવે છે, પરંતુ કોર્ટમાં ગુનેગારોને સજા અપાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.

ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત કેટલાં કેસો નોંધાયા?


01.jpeg

ત્રણ વર્ષમાં જપ્ત કરાયેલ નશીલા પદાર્થોની વિગત

20260819-266640-1787077433.jpeg

નબળી કાયદાકીય તપાસ અને ખામીયુક્ત ચાર્જશીટનો માફિયાઓને ફાયદો

નશાના સોદાગરો કોર્ટમાંથી વટભેર નિર્દોષ છૂટી જાય છે અથવા તો જામીન મેળવી લે છે, તેની પાછળ પોલીસની નબળી અને ઢીલી તપાસ જવાબદાર છે. સ્થાનિક પોલીસની બિનઅનુભવી તપાસ, કોર્ટમાં રજૂ કરવામાં આવતી ચાર્જશીટના કાયદાકીય છીંડા અને આધુનિક પુરાવા એકત્ર કરવાની પદ્ધતિનો અભાવ ડ્રગ્સ માફિયાઓ માટે છટકબારી બને છે. ડિજિટલ સોર્સિંગ, ફોરેન્સિક પુરાવા કે વૈજ્ઞાનિક પદ્ધતિથી ચેઇન-ઓફ-કસ્ટડી જાળવવામાં નબળાઈના કારણે મોંઘા વકીલો કેસને નબળો પાડી ગણતરીના મહિનાઓમાં જામીન અપાવી દે છે.

યુવા પેઢી બરબાદીના આરે

પોલીસ ચોપડે ચડેલા આંકડાઓ સિવાય પણ નિષ્ણાતોનું માનવું છે કે જો હજારો કિલો ડ્રગ્સ પકડાતું હોય, તો પોલીસની નજર ચૂકવીને પાછલા બારણે કેટલો જથ્થો વેચાતો હશે તેની માત્ર કલ્પના જ કરી શકાય. આજે ગુજરાતની યુવા પેઢી આ સ્લો-પોઈઝનનો શિકાર બનીને બરબાદ થઈ રહી છે, જે રાજ્ય માટે અત્યંત ચિંતાજનક અને કડવી વાસ્તવિકતા છે.