Get The App

સાયલાના થોરીયાળી ગામ નજીક 53 લાખની દારૂની 9,540 બોટલ જપ્ત

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
સાયલાના થોરીયાળી ગામ નજીક 53 લાખની દારૂની 9,540 બોટલ જપ્ત 1 - image

- હરિયાણાના 2 શખ્સની અટકાયાત : 5 શખ્સ સામે ગુનો

- મુળીના કળમાદ ગામના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હતો :  કટિંગ કરે તે પહેલા જ એલીસીબીએ દરોડો પાડયા

સાયલા : મુળીના કળમાદ ગામના ઉદયભાઇ દાદભાઈ કરપડા સાયલા-સુદામડા વિસ્તારમાં દારૂની ટ્રક મંગાવી કટિંગ કરવાનો છે. તેવી ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન સાયલાથી સુદામડા તરફ લાલ ગુરૂ હોટલ પાસે એક શંકાસ્પદ ટ્રક જણાતા તેને અટકાવીને તપાસ કરતા દારૂના બોક્સના મળી આવ્યો હતો. 

એલસીબીની ટીમે ટ્રક ચાલકની પુછપરછ કરતા દારૂનો જથ્થો થોરીયાળી ગામ પાસે અવાવરૂ જગ્યાએ ઉતાર્યો હોવાનું કબૂલ કરતા પોલીસે તેને સાથે રાખીને સ્થળ તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂની ૯,૫૪૦ બોટલ (કિં.રૂ.૫૩,૬૪,૦૦૦), ટ્રક (કિં.રૂ.૧૫ લાખ), એક મોબાઇલ (કિં.રૂ.૧૦ હજાર) મળી કુલ રૂ.૬૮,૭૪,૦૦૦નો મુદ્દામાલ કબજે લઇ ટ્રક ચાલક સાજીદ અહેમદ ખાન અને હાકમ ખાન ઉમર મહમદખાન ( બંને રહે. શેખપુર, હરિયાણા)ને ઝડપી પાડયા હતા. 

પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બંને શખ્સો, ટ્રક માલિક, દારૂનો જથ્થો મંગાવનાર ઉદયભાઇ દાદભાઇ કરપડા અને હોટલ ખાતેથી દારૂ ભરેલ ટ્રક લઈ બનાવ સ્થળે પહોંચાડનાર અજાણ્યો તેમજ તપાસમાં ખુલે તે તમામ સામે પ્રોહી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા દોઢ મહિનાની અંદર સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ઇંગ્લિશ દારૂની સાયલા વિસ્તારમાંથી આ ત્રીજી રેઇડ છે.