Get The App

નડિયાદમાં અને કનીજ બુલેટ ટ્રેન પાસે જુગાર રમતા 9 શખ્સ પકડાયા

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદમાં અને કનીજ બુલેટ ટ્રેન પાસે જુગાર રમતા 9 શખ્સ પકડાયા 1 - image

- બે શખ્સો નાસી છૂટયા 

- રોકડ રકમ, મોબાઇલ ફોન, જુગારનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો 

નડિયાદ : નડિયાદાના નવાગાજીપુર વાડા અને કનીજ બુલેટ ટ્રેન પાસેથી જુગાર રમતા નવ શખ્સો પકડાયા છે. અ ામામલે પોલીસે જુગારધારા હેઠળ ફરિયાદો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

ખેડા એલીસીબીએ વરિયાળા માર્કેટ પાછળ નવા ગાજીપુર વાડામાં વસીમ બેગ મીરઝાના ઘર પાછળ જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ કરી હતી અને વસીમબેગ મુનાવરબેગ મીરજા , મુનાવરબેગ સરકુબેગ મીરજા, સાકીબ મહંમદશફીભાઈ દેસાઈ તેમજ મુસ્તુફાખાન સરીફખાન પઠાણને પકડી પાડયા હતા. જુગાર રમવાના સાધનો, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

અન્ય બનાવમાં કનીજ બુલેટ ટ્રેન પાસે ખેતરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા અને કોમલભાઈ દિનેશભાઈ જાદવ તેમજ મેહુલભાઈ બુટાભાઇ ભરવાડ,કનુભાઈ અલ્લુભાઈ કોળી પટેલ, અમજદખાન એતમખાન પઠાણ, કેતનભાઈ દિનેશભાઈ સોલંકીને પકડી પાડયા હતા. જ્યારે મોઇનખાન મસજીદખાન પઠાણ અને પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ નાસી ગયા હતા. 

પોલીસે જુગારનું સાહિત્ય, મોબાઇલ, રોકડ સહિત ૫૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે મહેમદાવાદ પોલીસે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.