Get The App

જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા 1 - image

Jamnagar Gambling Raid : જામનગર નજીક જાબુંડામાં જાહેરમાં ધોડીપાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા નવ શખ્સોને એલસીબીની ટુકડીએ ઝડપી પાડી કુલ રૂ.1,91,270નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગે પંચકોશી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ તા.07/05/2026ના રોજ સાંજે આશરે 4:30 વાગ્યાના સમયે જાબુંડા ગામ પાછળ વેરાઈ માતાના મંદિર તરફ જતા રોડ ઉપર પોલીસે રેઇડ કરતા કેટલાક શખ્સો જાહેરમાં ધોડીપાસાના પાસા વડે જુગાર રમતા ઝડપાઈ આવ્યા હતા.

પોલીસે સુનીલભાઈ ઉર્ફે સુનકો સુરેશભાઈ મારૂ, હિતેશભાઈ ઉર્ફે સની રમેશભાઈ રાઠોડ, હસમુખભાઈ રમણીકભાઈ કણજારીયા, જયભાઈ નરેન્દ્રભાઈ ગુજર, કિશોરભાઈ ડાયાલાલ પરમાર, નિપેશભાઈ ધીરૂભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ કાંતીલાલ નકુમ, અજયભાઈ રમેશભાઈ પાટડીયા તથા હેમેન્દ્રભાઈ ડાયાલાલ પરમારને ઝડપી પાડ્યા હતા.

રેડ દરમિયાન પોલીસે રોકડ રૂ.15,270, ધોડીપાસાના પાસા, પાંચ મોબાઇલ ફોન કિંમત રૂ. 16,000 તથા ચાર મોટરસાયકલ કિંમત રૂ.1,60,000 મળી કુલ રૂ.1,91,270નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે પંચકોશી “એ” ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.