Get The App

વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ 1 - image

Vadodara : વડોદરામાં રહેણાંક વિસ્તારો, જાહેર માર્ગો તેમજ વાહનોમાં મગર આવી જવાના અવારનવાર બનાવો બનતા હોય છે. મકરપુરામાં ગઈ રાત્રે આવી જ રીતે 9 ફૂટના એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

મકરપુરા જાંબુઆ વિસ્તારમાં આવેલી ગોકુલ રેસીડેન્સીમાં થોડા સમય પહેલા પણ એક મહાકાય મગર આવી ગયો હતો. જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે લોકો વોક માટે નીકળ્યા હતા તે દરમિયાન ફરી એકવાર માનવ વસ્તી સુધી મગર આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 

બનાવવાની જાણ જીવ દયા કાર્યક્રમને કરતા જયેશ પટેલ અને તેમની ટીમ દ્વારા નવ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અગાઉ પણ આ જ મગર અહીં આવ્યો હોવાનું મનાય છે. મહાકાય મગરને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.