Gujarat

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

By GS Team
24 Jun 20201 min read
This article was originally published on 24 Jun 2020
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં  9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપળા  તા.24 જુન 2020 મંગળવાર

નર્મદા જિલ્લામાં તા. 24 મી ના રોજ સાંજે ૪ઃ૪૦ કલાકે  મળેલી માહિતી મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૬૯ સેમ્પલો પૈકી ૬૦ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે ૯ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. 

જેમાં ગરૃડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની વિસ્તારના રહીશ ૨૫ વર્ષ એક પુરૃષ, 28 વર્ષ એક પુરૃષ, ૩૦ વર્ષ  એક પુરૃષ, 32વર્ષ  એક પુરૃષ,૩૩ વર્ષ  એક પુરૃષ, ૩૪ વર્ષ  એક પુરૃષ, 38 વર્ષ  એક પુરૃષ, 43 વર્ષ  એક પુરૃષ અને  45  વર્ષ  એક પુરૃષનો સમાવેશ થાય છે. 

આ દરદીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. જિલ્લાની રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના કોરોના પોઝિટીવ કેસના 2 દરદીઓ આજે સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી  છે.

આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના કુલ-૩૬ દરદીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે ૫૮ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.  

નર્મદા જિલ્લામાં આજે તા .24 મી જુન, 2020 ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-56,081  વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કર્યું  છે, જેમાં શરદી-ખાંસીના  66 દરદીઓ, તાવના 38 દરદીઓ, ડાયેરીયાના  32 દરદીઓ સહિત કુલ-136 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં તેમને જરૃરી સારવાર પુરી પાડી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો કુલ 829885 લોકોએ લાભ લીધો હતો અને  હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 314290 લોકોને વિતરણ કરાઇ છે.