Get The App

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા

રોકડા, મોબાઇલ અને વાહનો મળી ૧.૪૦ લાખની મતા કબજે

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા 1 - image

વડોદરા,ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ જુગારીઓને એલ.સી.બી.ની ટીમે ૧.૪૦ લાખની મતા સાથે ઝડપી પાડયા છે.

એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન  માહિતી મળી હતી કે, ભાલીયાપુરા ગામ પાસે ખુલ્લા ખેતરમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસના સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા (૧) મુકેશ રમણભાઇ ઠાકરડા (૨) હરિશ વિઠ્ઠલભાઇ ઠાકરડા (૩) મહેશ વિઠ્ઠલભાઇ ઠાકરડા (૪) પ્રકાશ અરવિંદભાઇ ઠાકરડા (૫) મહેશ ચંદુભાઇ ઠાકરડા (૬) કંચન વિઠ્ઠલભાઇ ઠાકરડા (૭) જીતેન્દ્ર દિલીપભાઇ ઠાકરડા તથા (૮) પ્રણવ જગદીશભાઇ ઠાકરડા ( તમામ રહે. ભાલીયાપુરા ગામ, વડોદરા) ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા ૧૦,૫૯૦, બે મોબાઇલ તથા બે વાહન કબજે  કર્યા છે.