Gujarat
કાચા મકાનની દીવાલ પડતા ૭ વર્ષની બાળકી ચગદાઇ ગઇ
By GS TEAM
23 May 20261 min read

વડોદરા,સેવાસી ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા ઘરમાં રમતી ૭ વર્ષની બાળકીનું ચગદાઇ જવાથી મોત થયું છે. તાલુકા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સેવાસી ગામ ખોડિયા તલાવડી વસાહતમાં કાચા મકાનમાં શ્રમજીવી પરિવાર રહે છે. આજે પરિવારજનો સવારે કામ પર ગયા હતા. જ્યારે ૭ વર્ષની બાળકી ઘરે રમતી હતી. બપોરે એક વાગ્યે બાળકીની માતા ઘરે આવી હતી. પાણી પી ને તેણે દરવાજો બંધ કરતા ઇંટોની દીવાલ પડી હતી. દીવાલ નીચે ૭ વર્ષની બાળકી ચગદાઇ જતા ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું.








