Get The App

બાપોદ ગામ પાસે જુગાર રમતા 7 ઝડપાયા : મોબાઇલ અને રોકડા મળી 45,600 ની મતા કબજે

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
બાપોદ ગામ પાસે જુગાર રમતા 7 ઝડપાયા  : મોબાઇલ અને રોકડા મળી 45,600 ની મતા કબજે 1 - image

Vadodara Gambling Raid : વડોદરાના બાપોદ ગામમાં તલાટી ઓફિસ નજીક જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડી 7 મોબાઇલ અને રોકડા મળી કુલ 45,600 ની મતા પોલીસે કબજે કરી છે.

 પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, બાપોદ ગામ પાસે તલાટી ઓફિસની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા 7 જુગારીઓ ઝડપાઇ ગયા હતા. જેમાં (1) તૌકિર હનિફભાઇ મિરજા (રહે. અકોટા ટાઉનશિપ, અકોટા ગામ) (2) ઇલિયાસ રિયાઝભાઇ શેખ (રહે.અકોટા રામપુરા વુડાના મકાનમાં) (3) ફતેસિંહ સોમાભાઇ વસાવા (રહે. તલાટી ઓફિસની સામે,બાપોદ) (4) કમલેશ પુનમભાઇ વાઘેલા (રહે.સૂરજીપાર્ક ઠેકરનાથ સ્મશાન મંદિર પાસે, કિશનવાડી) (5) યોગેશ વિક્રમભાઇ ચૌધરી (રહે. બાવચાવાડ, પાણીગેટ) (6) પ્રકાશ પુનમચંદ પુરોહિત (રહે. સહદ રેસિડેન્સી, ખોડિયારનગર પાસે, બાપોદ) તથા (7) વિજય રાજુભાઇ કંકોડિયા (રહે. તુલસીવાડી) નો સમાવેશ થાય છે.