વડોદરા,સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના આગલા દિવસે જ શહેર પોલીસે ૩૮ લાખના દારૃના કેસમાં પકડાયેલા આરોપી સહિત કુલ ૧૦ ની પાસા હેઠળ અટકાયત કરી અલગ - અલગ જેલમાં મોકલી આપ્યા છે.
નામચીન બૂટલેગર સુનિલ ઉર્ફે અદો તથા લાલુ સિન્ધી દ્વારા ચલાવવામાં આવતા દારૃના ધંધાના નેટવર્કને શહેર પોલીસના છૂપા આશીર્વાદ વચ્ચે એસ.એમ.સી.એ રેડ કરી દારૃની ૧,૯૪૯ બોટલ કબજે કરી હતી. જેના પગલે શહેર પોલીસનું નાક કપાયું હતું. આ કેસમાં સંડોવાયેલા અને જામીન પર છૂટેલા આરોપી (૧) સંજય ઉર્ફે કિશોરસિંગ (રહે. શ્રીરામપાર્ક સોસાયટી, ગોરવા)ને ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે ૪૩ લાખના દારૃના કેસમાં પકડાયેલા અને જામીન પર છૂટેલા (૨) જીતેન્દ્રકુમાર સંપતસિંહ ચૌહાણ (રહે. ) (૩) ધર્મેન્દ્ર ઉર્ફે લાલો સંપતસિંહ ચૌહાણ (બંને રહે.સવાદ ક્વાટર્સ,ન્યુ વી.આઇ.પી. રોડ) (૪) પલકેશ ઉર્ફે પલ્લી કિશનચંદ ધામેચા (રહે. દેવીનારાયણ ફ્લેટ, વારસિયા) તથા (૫) વિક્રમસિંગ દિવાનસિંગ (રહે. નર્મદેશ્વર સોસાયટી, સહયોગની પાછળ) (૬) ગિરીશ ઉર્ફે ગીરી સેવકરામ પહેલવાણી (રહે. સંતકવર કોલોની, વારસિયા) ને પણ પાસા હેઠળ અમદાવાદ અને મહેસાણા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત આરોપી(૭) ઇબ્રાહિમ અલભાભાઇ મલેક (રહે. શ્રીજીનગર કોલોની, તરસાલી) (૮) ચેતન ઉર્ફે કપીલ હિંમતભાઇ સોલંકી (રહે. ગોરખી ગામ,તા.તળાજા, ભાવનગર) (૯) ઉત્તમ શીવપાલભાઇ જયસ્વાલ (રહે. મનસ્વી એપાર્ટમેન્ટ, વાઘોડિયા રોડ) તથા (૧૦) અભિષેક દિનેશભાઇ જાદવ (રહે.ગોકુલનગર, ગાજરાવાડી) ની પણ પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
દારૃના કેસમાં વોન્ટેડ બે આરોપી ઝડપાયા
વડોદરા,
પાણીગેટ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી સંદિપ રાજુભાઇ રાજપૂત (રહે. બાબુભાઇની ચાલી,યમુના મિલ પાસે) તથા મયૂર દિપકભાઇ કનોજીયા (રહે. શિવનગર, ગાજરાવાડી) ને પણ પોલીસે ઝડપી પાડયા છે. સંદિપ સામે કુલ૧૫ અને મયૂર સામે ૧૧ગુનાઓ નોંધાયા છે.


