Gujarat

બોટાદના 3 કેન્દ્રો પર 648 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે

By GS TEAM
26 Apr 20261 min read
બોટાદના 3 કેન્દ્રો પર 648 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાશે પરીક્ષા

શાંતિમય વાતાવરણમાં પરીક્ષા યોજવા ચોક્કસ પ્રતિબંધો સાથે જાહેરનામુ જારી 

ભાવનગર -  એન.ટી.એ. દ્વારા મેડીકલ ક્ષેત્રે પ્રવેશ પ્રક્રિયા સુલભ બનાવવા નીટ પરીક્ષા તા. ૩ મેના રોજ યોજાનાર છે. બોટાદમાં ત્રણ કેન્દ્રો પર ૬૪૮ વિદ્યાર્થી આ પરીક્ષા આપશે જે માટે જરૃરી વ્યવસ્થા ગોઠવાઈ છે. 

મેડીકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ધો. ૧૨ વિ.પ્ર.ના વિદ્યાર્થીઓ માટે નીટ ૨૦૨૬ની પરીક્ષા આગામી તા. ૩ મેના રોજ નિયત કરવામાં આવી છે. બોટાદ જિલ્લામાં આ પરીક્ષા માટે પી.એમ.શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય બોટાદ ખાતે ૧૬૮, એમ.ડી. શાહ વિદ્યાલય ખાતે ૨૪૦, એલ.જે. શાહ ગર્લ્સ હાઈસ્કુલ બોટાદ ખાતે ૨૪૦ એમ કુલ મળી ૬૪૮ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે.

પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં લાુડ સ્પીકર વાગે નહીં તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે અને જીલ્લાની કસ્ટોડીયન બેંક એસબીઆઈ કોર્ટ કમાપુન્ડ બોટાદ, કેનેરા બેંક બસ સ્ટેન્ડ સામે બોટાદ તેમજ કલેકશન સેન્ટર જે.એન.વી. બોટાદ આજુબાજુ વિસ્તારોમાં ઝેરોક્ષ સેન્ટરો બંધ રહે તે માટે જાહેર હિતમાં બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આગામી તા. ૩-૫-૨૦૨૬ના રોજ સમય કલાક ૧૪થી૧૭ દરમિયાન  કુલ ૩ પરીક્ષા કેન્દ્રો ઉપર ચોક્કસ પ્રતિબંધો ફરમાવવામાં આવે છે.