Get The App

એમ.એસ.યુનિ.માં પહેલા રાઉન્ડના અંતે ૬૫૩૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
એમ.એસ.યુનિ.માં પહેલા રાઉન્ડના અંતે ૬૫૩૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો 1 - image

વડોદરાઃ જીકાસ હેઠળ ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયાના ભાગરુપે એમ.એસ.યુનિવર્સિટીમાં પહેલા રાઉન્ડમાં વિવિધ ફેકલ્ટીઓમાં ૬૫૩૪ વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે.હવે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીનો તા.૧૦ જૂન, બુધવારથી પ્રારંભ થવાનો છે.

એફવાયબીકોમમાં સૌથી વધારે ૪૨૪૦ વિદ્યાર્થીઓએ ફી ભરી છે તો સૌથી ઓછી ફી જર્નાલિઝમમાં ભરાઈ છે.અહીંયા સાત જ વિદ્યાર્થીઓએ પહેલા રાઉન્ડમાં પ્રવેશ લીધો છે.આમ કોમર્સને બાદ કરતા મોટાભાગની  અન્ય ફેકલ્ટીઓમાં બેઠકો ખાલી છે અને બીજા રાઉન્ડમાં તેમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકે તેમ છે.

યુનિવર્સિટી સૂત્રોનું કહેવું છે કે, આ વર્ષે પણ જીકાસના ધાંધિયાના કારણે અને અટપટી પ્રવેશ  પ્રક્રિયાના કારણે પહેલા રાઉન્ડના અંતે બેઠકો ખાલી રહી છે.બીજી તરફ કોમર્સ ફેકલ્ટીની સાથે બીજી ફેકલ્ટીઓને પણ પોતાની રીતે બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ તૈયાર કરવાની છૂટ અપાઈ છે.અત્યારે  સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી સપ્તાહમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પણ પ્રવેશની કાર્યવાહી શરુ થશે.

કઈ ફેકલ્ટીમાં કેટલા એડમિશન 

સંસ્કૃત મહાવિદ્યાલય ૧૨

આર્ટસ ૫૦૧

કોમર્સ ૪૨૪૦

બીબીએ ૧૭૬

એજ્યુકેશન ૧૨૦

હોમસાયન્સ ૧૫૯

ફાઈન આર્ટસ ૮૮

જર્નાલિઝમ

પરફોર્મિંગ આર્ટસ ૬૫

સાયન્સ ૯૬૩

સોશ્યલ વર્ક ૨૩

લો ૧૫૮

પાદરા કોલેજ ૨૨