Gujarat

વડોદરા: ચોખંડીમાં પરોઢિયે 6 ટુ વ્હીલર આગમાં લપેટાયા

By GS Team
10 Nov 20211 min read
This article was originally published on 10 Nov 2021
વડોદરા: ચોખંડીમાં પરોઢિયે 6 ટુ વ્હીલર આગમાં લપેટાયા

વડોદરા, તા. 10 નવેમ્બર 2021 બુધવાર

વડોદરાના ચોખંડી વિસ્તારમાં આજે પરોઢીયે પાર્ક કરેલા ટુ વ્હીલરો આગમાં લપેટાતા સ્થાનિક રહીશો જાગી ગયા હતા. ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી હતી.

નાની શાક માર્કેટ વિસ્તારમાં દાલિયાવાડી નજીક આવેલા એક કોમ્પ્લેક્ષની બહાર પાર્ક કરેલા વાહનોમાં આગ લાગવા પાછળ નું કારણ કોઈનું અટકચાળું હોવાનું મનાય છે.

આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ આગ લાગવાથી ચાર મોટરસાયકલ અને બે સ્કૂટર ને ભારે નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ આગ કાબુમાં લઈ વધુ નુકસાન અટકાવ્યું હતું.

બનાવને પગલે વાડી પોલીસ પણ આવી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જેથી પોલીસે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં એક મહિલાએ કચરો સળગાવતા તણખો પડવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.