Gujarat

જામનગર નજીક જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 5 મહિલાઓ સહિત 6 જુગારીઓ પકડાયા

By GS TEAM
4 Feb 20261 min read
TukuTouch Logo
જામનગરના પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે લાખાબાવળ ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને મહિલા સહિત છ જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી એકાદ લાખની રોકડ રકમ અને જુગારના સામાન કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 5 મહિલાઓ સહિત 6 જુગારીઓ પકડાયા

Jamnagar Gambling : જામનગરના પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે લાખાબાવળ ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને મહિલા સહિત છ જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી એકાદ લાખની રોકડ રકમ અને જુગારના સામાન કબજે કર્યો છે.

 જામનગરના પંચકોષી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર નજીક લાખાબાવળ ગામની સીમમાં કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે હતો.

 જે દરોડા દરમિયાન જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સુરેશ નથુભાઈ પિંગળ, ઉપરાંત કૌશિકાબેન વિજયભાઈ વારા, શાંતિબેન રાજુભાઈ, ભાવનાબેન ગોગનભાઈ ઓડેદરા, અક્ષતાબેન મુકેશભાઈ ચોટલીયા અને સંતોકબેન પરબતભાઈ બોખીરીયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,09,100 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.