Gujarat

હરણી-વારસિયા રિંગ રોડ પર સંવાદ ક્વાર્ટર્સમાં છ દિવસથી દૂષિત પાણી આવતા રહીશોમાં રોષ

By GS TEAM
24 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરના વોર્ડ નંબર-4 વિસ્તારમાં આવેલા સંગમ ચાર રસ્તા નજીકના સંવાદ ક્વાર્ટર્સમાં છેલ્લા છ દિવસથી પીળા રંગનું પાણી આવતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હરણી-વારસિયા રિંગ રોડ પર સંવાદ ક્વાર્ટર્સમાં છ દિવસથી દૂષિત પાણી આવતા રહીશોમાં રોષ

Vadodara Water Crisis : વડોદરા શહેરના વોર્ડ નંબર-4 વિસ્તારમાં આવેલા સંગમ ચાર રસ્તા નજીકના સંવાદ ક્વાર્ટર્સમાં છેલ્લા છ દિવસથી પીળા રંગનું પાણી આવતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. 

સ્થાનિક રહીશ મુકેશ બ્રહ્મભટ્ટે કહ્યું કે છેલ્લા છ દિવસથી ઘરોમાં પીવાનું પાણી પીળા રંગનું આવી રહ્યું છે. આ અંગે વોર્ડ નંબર-4ની કચેરીમાં ચાર વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અધિકારી સ્થળ પર આવી સમસ્યાની તપાસ કરવા તૈયાર નથી. હાલમાં આ વિસ્તારમાં બીમારીઓનો વાવર જોવા મળી રહ્યો હોવાથી દૂષિત પાણીના કારણે લોકોમાં આરોગ્ય અંગે ચિંતા વધી છે.

વધુમાં ઉમેર્યું કે મોંઘવારીના સમયમાં રોજિંદી જરૂરિયાત માટે રૂ.30ના પાણીના જગ બે વખત ખરીદવાની ફરજ પડી રહી છે, જે સામાન્ય પરિવારો માટે આર્થિક બોજ સમાન છે. સ્થાનિક મહિલા મીનાબેને કહ્યું કે દૂષિત પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે. ગંદા પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે અને દવાઓ પાછળ વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી રહીશોને શુદ્ધ અને સ્વચ્છ પાણી પૂરું પાડવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે.