Get The App

અજબડી મિલના કંપાઉન્ટમાંંથી દારૃની ૫૬૨ બોટલ કબજે

વારંવાર ઊંઘતી ઝડપાતી પાણીગેટ પોલીસ : જુગારની રેડ પછી દારૃ પણ પકડાયો

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
અજબડી મિલના કંપાઉન્ટમાંંથી દારૃની ૫૬૨ બોટલ કબજે 1 - image

 વડોદરા,બંધ પડેલી અજબડી મિલ અસામાજિક પ્રવૃત્તિઓથી ધમધમી રહી છે. પરંતુ, પાણીગેટ પોલીસ ઊંઘતી જ  રહે છે. આ સ્થળે પીસીબી , એસ.એમ.સી. અને એલ.સી.બી. રેડ પાડે છે. પરંતુ, પાણીગેટ પોલીસ કોઇ જ કાર્યવાહી કરતી નથી. 

એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમને માહિતી મળી હતી કે, જબ્બારઉલ ઉર્ફે જબ્બાર ઇદ્રીશમીંયા મલેક અજબડી મિલના કંપાઉન્ડમાં દારૃનો ધંધો કરે છે. જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી.કંપાઉન્ડમાં પાર્ક થયેલી લક્ઝરી બસમાંથી દારૃની ૫૬૨ બોટલ કિંમત રૃપિયા ૯૭,૩૪૬ ની કબજે કરી છે. પોલીસે દારૃ તથા લક્ઝરી બસ મળીને કુલ ૧૫.૯૭ લાખનો મુદ્દામાલ  કબજે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ સ્થળે ચાલતી અસામાજિક પ્રવૃત્તિ  પર અવાર - નવાર રેડ પડે છે. પરંતુ, પાણીગેટ પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી. ઉપરી અધિકારીઓ પણ પાણીગેટ  પોલીસની આ નિષ્ળતાનો ઢાંકપીછોડો કરી રહ્યા છે.