Get The App

જીયુવીએનએલને સૌથી વધુ રૃા.૪૯૫૯ કરોડ ચૂકવણી જિલ્લા તિજોરી કચેરી દ્વારા માર્ચ માસમાં રૃા.૫૫૩૫.૯૬ કરોડની કરાયેલી ચૂકવણી

સ્ટેમ્પ ડયૂટી અને વેરા સાથે કુલ રૃા.૪૯૪૧ કરોડ આવક ઃ એલસી અને એડવાઇઝ મુજબ રૃા.૫૬૧ કરોડ અપાયા

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
જીયુવીએનએલને સૌથી વધુ રૃા.૪૯૫૯ કરોડ ચૂકવણી  જિલ્લા તિજોરી કચેરી દ્વારા માર્ચ માસમાં રૃા.૫૫૩૫.૯૬ કરોડની કરાયેલી ચૂકવણી 1 - image

વડોદરા, તા.1 વર્ષ ૨૦૨૫-૨૬ હિસાબી વર્ષના અંતિમ મહિનામાં વડોદરા જિલ્લા તિજોરી કચેરી દ્વારા કુલ રૃા.૫૫૩૫.૯૬ કરોડની ચૂકવણી વિવિધ વિભાગો દ્વારા  રજૂ કરવામાં આવેલા બિલો, સબસિડી તેમજ ગ્રાંટ પેટે કરવામાં આવી છે. સૌથી વધારે ચૂકવણી પાવર સેક્ટર માટે જીયુવીએનએલને કરવામાં આવી છે.

વડોદરા તિજોરી કચેરી દ્વારા માર્ચ માસની કુલ ચૂકવણીમાં રૃા.૪૯૫૯ કરોડ તો માત્ર જીયુવીએનએલની ખેડૂત, સોલાર, ફ્યૂઅલ પ્રાઇઝ અને વેસ્ટ લેન્ડને લગતી સબસિડી પેટે  અપાયેલી રકમનો સમાવેશ થાય છે. ગયા વર્ષે આ રકમ રૃા.૩૦૬૬.૮૮ કરોડ હતું.  જિલ્લા તિજોરી અધિકારી પી.કે. બલાતે જણાવ્યું હતું કે આ ઉપરાંત આરોગ્ય વિભાગને રૃા.૭૭ કરોડ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે પોલીસ વિભાગને રૃા.૫૨ કરોડ અને એસએનએ સ્પર્શ સ્કિમને રૃા.૧૧૦ કરોડ તેમજ અન્ય વિભાગોને રૃા.૩૨૭.૯૬ કરોડની ચૂકવણી કરવામાં આવી છે.

નાણાંકિય વર્ષના અંતિમ માસમાં  સરકારના વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા બિલો સામે આ ચૂકવણી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૫ના નાણાંકીય અંતિમ માર્ચ માસમાં જિલ્લા તિજોરી કચેરીને સ્ટેમ્પ ડયૂટી તેમજ અન્ય વેરા સહિત કુલ રૃા.૪૯૪૧ કરોડ આવક થઇ છે જે ગત વર્ષે રૃા.૪૧૪૮.૭૭ કરોડ હતી.

ઉલ્લેખનીય છે કે જિલ્લા તિજોરી કચેરી દ્વારા માર્ચ એન્ડિંગમાં જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ, ગેરી તેમજ વન વિભાગ તેમજ અન્ય સરકારી વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલા બિલો સામે પેમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં આ વિભાગો દ્વારા રજૂ કરાયેલ લેટર ઓફ ક્રેડિટથી રૃા.૫૬૧ કરોડની ચૂકવણી કરાઇ છે. ગત વર્ષે આ ચૂકવણી રૃા.૪૮૯.૪૨ કરોડની હતી.