Gujarat

દારૂની ૫૪ બોટલ મળી, આરોપી રાબેતા મુજબ ફરાર, પોલીસે ગુનો નોંધ્યો

By GS TEAM
23 Mar 20261 min read
દારૂની ૫૪ બોટલ મળી, આરોપી રાબેતા મુજબ ફરાર, પોલીસે ગુનો નોંધ્યો

- લીંબડીની ખાલી પ્લોટમાંથી 75 હજારનો દારૂ પકડાયો 

લીંબડી : લીંબડીના રાજમહેલ પાછળની શેરીમાં ખાલી પ્લોટમાંથી રૂ. ૭૫ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

લીંબડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે,  પીન્ટુ રધુભાઈ જોગરાણા રહે. લીંબડીએ રાજમહેલ પાછળ ની શેરીમાં ખાલી પ્લોટમાં બાવળની ઓથમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો છે. તેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડીને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ - ૫૪ જે.ની.કી.રૂ. ૭૫,૪૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે રેડ દરમ્યાન પીન્ટુ જોગરાણા હાજર નહીં મળી આવતાં પોલીસે તેનાં તથાં તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.