Gujarat
લાલપુરના પડાણા વિસ્તારમાં જુગારનો દરોડો : ગંજીપાનાનો જુગાર રમી રહેલા એક મહિલા સહિત પાંચ જુગારીઓ પકડાયા
By GS TEAM
9 Oct 20251 min read
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા વિસ્તારમાં ગઈકાલે સાંજે કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે મેઘપર પોલીસે દરોડો પાડ્યો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા વિસ્તારમાં ગઈકાલે સાંજે કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે મેઘપર પોલીસે દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સગુણાબેન પ્રવીણભાઈ ખાડેખા, દિલીપ દેવાભાઈ મુછડીયા, દુદાભાઈ ભીખાભાઈ પરમાર, લાખાભાઈ હમીરભાઈ મકવાણા અને ચનાભાઈ હીરાભાઈ મકવાણાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 3,170ની રોકડ રકમ તથા જુગારનો સામાન કબજે કર્યો છે.