Get The App

પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક 1 - image

લાંબા સમયના વિરોધ અને રજૂઆતો બાદ

ગાયનેક, પિડીયાટ્રીક અને ઈએનટી વિભાગમાં ડોક્ટરની ભરતી થથાં ગરીબ દર્દીઓને રાહત

પાટડીદસાડા તાલુકાના મુખ્ય મથક પાટડીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાંબા સમયથી ચાલી આવતી ડોક્ટરોની અછતનો આખરે અંત આવ્યો છે. હોસ્પિટલમાં સ્ટાફની ઘટને કારણે રણકાંઠાના જરૃરિયાતમંદ દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, જે અંગે અવારનવાર વિરોધ પ્રદર્શનો પણ થયા હતા.

આ રજૂઆતોને ધ્યાને લઈ સરકાર દ્વારા ૧૧ મહિનાના બોન્ડના આધારે ગાયનેકોલોજિસ્ટ, પિડીયાટ્રીશિયન, ઈએનટી અને પેથોલોજીસ્ટ જેવા મહત્વના વિભાગોમાં નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. ખાસ કરીને ગાયનેક ડોક્ટર ન હોવાથી પ્રસૂતિ માટે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી હોસ્પિટલમાં રૃ.૧૫થી ૩૦ હજારનો તોતિંગ ખર્ચ કરવો પડતો હતો. હવે સરકારી હોસ્પિટલમાં જ નિષ્ણાત સારવાર ઉપલબ્ધ થતા સ્થાનિક લોકોને ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચમાંથી મુક્તિ મળશે.