Get The App

દુકાનમાં ગૌ માંસનું વેચાણ કરતા 4 ઇસમો ઝબ્બે

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
દુકાનમાં ગૌ માંસનું વેચાણ કરતા 4 ઇસમો ઝબ્બે 1 - image

- વડવા કાછીયાવાડ માઢીયા ફળી વિસ્તારની

- લોકલ ક્રાઈમબ્રાન્ચે ગૌ માંસ, કોયતા, મટન કાપવા માટે લાકડાના કટકા સહિતનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : ભાવનગર શહેરના વડવા કાછીયાવાડ માઢીયા ફળીમાં લોકલ ક્રાઈમબ્રાન્ચે દરોડો કરી ગૌ માંસનું વેચાણ કરતા ચાર ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને બાતમી મળી હતી કે, ભાવનગર વડવા, કાછીયાવાડ, માઢીયા ફળીમાં રહેતા રફીક ઉર્ફે આદમભાઇ ઉસ્માનભાઇ કાલાવા પોતાના રહેણાંક મકાનમાં નીચેના ભાગે ગૌ માંસનું માંસ(મટન) લાવી છૂટકમાં વેચાણ કરે છે. જે બાતમીના આધારે લોકલ ક્રાઈમબ્રાન્ચે દરોડો પાડી તપાસ કરતા ૧૫ કિલો ગ્રામ ગૌ માંસ મળી આવ્યું હતું. જ્યારે પકડાયેલા રફીક ઉર્ફે આદમભાઇ ઉસ્માનભાઈ કાલવા તથા તેના પિતા ઉસ્માન જમાલ ભાઈ કાલવા તથા ભત્રીજા અમન ગફારભાઈ કાલવા, અલ્ફાઝ હનીફભાઈ કાલવા, આરીફ હનીફભાઈ કાલવા એક બીજાના મેળાપીપણામાં મદદગારી કરી આથક લાભ લેવા સારૂ ગૌ માંસ હોવાનુ જાણવા છતા ચોરી છુપીથી ગૌ માંસ બહારથી લાવી માંસનુ કટીંગ કરી વેચાણ કરતા મળી આવ્યા હતા. પોલીસે ચારેય શખ્સ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ધી ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ, ૧૯૫૪ની કલમ-૮(૪), ૧૦ મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભેંસના માસ સાથે ગાયનું માસ ભેળવી વેચાણ કરતો હતો

પકડાયેલા રફીક ઉસ્માનભાઈ કાલવાની પુછપરછ કરતા જણાવેલ કે, દર રવિવાર, બુધવાર અને શુક્રવારના દિવસે દુકાનેથી માંસનો જથ્થો વધારે વેચાતો હોય તેમજ લોકો મારી દુકાને ગ્રાહક તરીકે આવતા હોય બજારમાં મટનના ભાવ કરતા ઓછી કિંમતે માંગતા હોય અને ગાયનુ માંસ સસ્તુ વેચાતુ હોય અને ભેંસનુ માંસ મોંઘુ હોય જેથી છેલ્લા બે મહિનાથી ગાયનુ માંસ ભેંસના માંસ સાથે ભેળવી વેચવાનુ શરૂ કર્યું હતું.