Get The App

નાર ગામથી વિદેશી દારૂના 37 ક્વાર્ટરિયા ઝડપાયા

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
નાર ગામથી વિદેશી દારૂના 37 ક્વાર્ટરિયા ઝડપાયા 1 - image

- પોલીસને જોઈ આરોપી ફરાર

- પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર શખ્સ સામે ગુનો નોંધ્યો 

આણંદ : પેટલાદ તાલુકાના નાર ગામેથી આણંદ એલસીબી પોલીસે વિદેશી દારૂના ૩૭ ક્વાર્ટરિયા ઝડપી પાડયા હતા, જ્યારે આરોપી નાસી છૂટયો હતો. તેમજ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર શખ્સ સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.  

પેટલાદ તાલુકાના નાર ગામના બારૈયા વગામાં રહેતો મહેશ ઉર્ફે જીગો મનુભાઈ પરમાર કોમ્યુનિટી હોલની દિવાલ પાસે વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી આણંદ એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસે છાપો મારતા પોલીસને જોઈ મહેશ ઉર્ફે જીગો ફરાર થઈ ગયો હતો. પોલીસે દિવાલ નજીક તપાસ કરતા એક મીણિયાની થેલી મળી આવી હતી. જેમાં જોતા અંદરથી વિદેશી દારૂના ૩૭ ક્વાર્ટરિયા મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૧,૫૪૪ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ પેટલાદ ગ્રામ્ય પોલીસના હવાલે કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.