Get The App

તારાપુર-વટામણ હાઇવે પરના ટોલ ગામ નજીકથી 345 પેટી વિદેશી દારૂ ઝડપાયો

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
તારાપુર-વટામણ હાઇવે પરના ટોલ ગામ નજીકથી 345 પેટી વિદેશી દારૂ ઝડપાયો 1 - image

- કંતાનના કોથળાની આડમાં દારૂ કાઠિયાવાડ તરફ લઈ જવાતો હતો

- રૂપિયા 16.46 લાખનો દારૂ, આઇસર ટ્રક, મોબાઇલ, રોકડ મળી રૂ. 24.57 લાખની મત્તા સાથે બે ઝડપાયા 

તારાપુર : તારાપુર-વટામણ હાઇવે પર ટોલ ગામના બ્રિજ પાસેથી પોલીસે વિદેશી દારૂની ૩૪૫ પેટી (૧૩,૨૧૨ બોટલ) સાથેનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે રૂ.૧૬.૪૬ લાખનો દારૂ, આઇસર ટ્રક, મોબાઇલ,રોકડ સહિત રૂ.૨૪.૫૭ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દારૂ ભરેલી આઇશર આપનાર લાલુભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 

તારાપુર પોલીસ સ્ટાફ ટ્રાફિક નિયંત્રણમાં ફરજ પર હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, વાસદ તરફથી આવતું બ્રાઉન કલરનું આઇસર કંતાનના કોથળા નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવી કાઠિયાવાડ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે બાતમી મળેલું આઈસર આવતા અટકાવી તપાસ હાથ કંતાનના કોથળા જોવા મળ્યા હતા. વધુ તપાસ માટે ટ્રકને તારાપુર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તપાસ દરમિયાન કંતાનના કોથળા નીચે છુપાવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૪૫ પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ ૧૩,૨૧૨ બોટલો હોવાનું બહાર આવ્યું હતું. ઝડપાયેલા દારૂની અંદાજિત કિંમત રૂ. ૧૬.૪૬ લાખ ગણવામાં આવી છે.

પોલીસે ટ્રકમાં સવાર બે શખ્સોના નામઠામ સહિત વધુ તપાસ કરતા, એક શખ્સ સુમિતભાઈ અર્જુનભાઈ પટેલ (ઉં.વ. ૩૭, રહે. પરવાસા, ધનખાઈ ફળીયું, તા.પારડી, જી.વલસાડ) બીજો શખ્સે ભરતભાઈ રમણભાઈ પટેલ (ઉં.વ. ૩૩, રહે.અંભેટી કેશલ ફળીયું, તા.ઉમરાડા, જી.વલસાડ) હોવાનું અને બંને આરોપીઓએ દારૂની પેટીઓ ભરેલી આઇસર ટ્રક લાલુભાઈ પટેલ (રહે.પરીયા, જી.વલસાડ) પાસેથી નવસારી મુકામેથી લીધેલી અને ગોંડલ પહોંચી લાલુને ફોન કરી લાલુના જણાવ્યા મુજબ, તેના માણસને દારૂ ભરેલી આઇસર ટ્રક આપી દેવા જણાવ્યું હતું, તેવી કબૂલાત કરી હતી.લાલુ ફોન પર અવાર નવાર માહિતી આપતો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યુ છે. તારાપુર પોલીસે રૂ.૧૬.૪૬ લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, આઇસર ટ્રક, મોબાઇલ,રોકડ મળી રૂ.૨૪.૫૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા શખ્સો સુમિતભાઈ અર્જુનભાઈ પટેલ, ભરતભાઈ રમણભાઈ પટેલ વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દારૂ ભરેલી આઇશર ટ્રક આપનાર લાલુભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.