Gujarat

જામનગર શહેર જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં ત્રણ મહિલા સહિત 33 ઝડપાયા

By GS TEAM
1 Sep 20252 mins read
TukuTouch Logo
જામનગર શહેર તથા જિલ્લામાં પોલીસે જુગાર અંગે વધુ પાંચ સ્થળોએ દરોડા પાડી પત્તા કુટતા ત્રણ મહિલા સહિત કુલ 33 જુગારીઓની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં ત્રણ મહિલા સહિત 33 ઝડપાયા

Jamnagar Gambling Raid : જામનગર શહેર તથા જિલ્લામાં પોલીસે જુગાર અંગે વધુ પાંચ સ્થળોએ દરોડા પાડી પત્તા કુટતા ત્રણ મહિલા સહિત કુલ 33 જુગારીઓની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જામનગરના જકાતનાકા રાજ રાજેશ્વરી સોસાયટીમાં ફુલનાથ એપાર્ટમેન્ટની બાજુમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા બાબુ કારાભાઈ જેપાર, રતિલાલ વેલજીભાઈ રાજ્યગુરુ, હંસાબેન મનસુખભાઈ ગઢીયા, સુશીલાબેન રાજેશભાઈ જોશી, જ્યોતનાબેન રતિલાલ રાજ્યગુરુને ઝડપી લઈ તેઓ પાસેથી 12840 ની રોકડ કબ્જે કરી છે. 

જ્યારે બેડી વિસ્તારમાં એકડે એક બાપુની દરગાહ પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા આમદ ગફારભાઈ જામ, સલીમ કરીમ જેડા, ગુલામ જુસબ ભગાડ, ફીરોજ અબ્દુલભાઈ નોતીયાર, અનવર નુરમામુદ ખોડ, અનવર ઉર્ફે નજીર કાસમ કકલ, કરીમ દાઉદભાઈ જેડાને રૂ.19719 ની રોકડ સાથે પકડી પાડયા હતા. જ્યારે ઈશાક ઓસ્માણ ચમડીયા નામનો શખ્સ ફરાર થઈ જતા પોલીસે તપાસ લંબાવી છે. 

આ ઉપરાંત દરેડ ગામે ગોકુલધામ સોસાયટીમાં જુગાર રમતા સતિષ રાજાભાઇ સાગઠીયા, સાહનવાજ મોહમદ અબ્દુલ, શાહરૂખભાઈ કાદરભાઈ ખેરાણી, કારાભાઈ ચનાભાઈ રાઠોડ, મનસુખભાઈ વાલાભાઈ રાઠોડ, મુળજી પાલાભાઈ સાગઠીયાને પકડી પાડ્યા હતા. અને તેઓ અસેથી રૂ.70 હજારની રોકડ સહિત કુલ રૂ.1.10.000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જ્યારે જામનગરના મહાવીર નગર હર્ષદ મિલની ચાલીમા જુગાર રમતા આશીષભાઇ સુરેશભાઇ સોલંકી, મહેશભાઇ જેરામભાઇ ઢાકેયા, અજય ઉર્ફે બબુ અશોકભાઇ ઢાકેચા, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો કીશનભાઇ પરમાર, જયેશભાઇ કીશોરભાઇ સોલંકી, ભરતભાઇ ઉર્ફે ભરતો શંકરભાઈ નારોલા, ભાષ્કરભાઇ ઉર્ફે ભાવેશ મધુકરભાઇ ચૌહાણ, આશીષભાઇ ભરતભાઇ વાઘેલાને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 11130 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

જ્યારે જામજોધપુર તાલુકાના ગોપ ગામે વાડી વિસ્તારમાં પત્તા ટિચતા કરસનભાઈ મારખીભાઈ ભાટુ,  ઇસાકભાઈ ગુલમામદભાઈ ઘુઘા, ભીખુભાઈ ભીમજીભાઇ પરમાર, સંજયભાઈ કરસનભાઈ ચાવડા, ડાડુભાઈ મારખીભાઈ બેરા, ભાયાભાઈ ભીમશીભાઈ ડાંગર પોલીસ ઝપટે ચડ્યા હતા. જેની પાસેથી 24800 રૂપિયાની રોકડ કબ્જે કરી છે.