Get The App

કાર, ડમ્પર અને બાઈક ધડાકાભેર અથડાતા 3 વ્યક્તિને ગંભીર ઈજા

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
કાર, ડમ્પર અને બાઈક ધડાકાભેર અથડાતા 3 વ્યક્તિને ગંભીર ઈજા 1 - image

- લીંબડી હાઇવે પર ટ્રિપલ અકસ્માત

- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા l અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ

સુરેન્દ્રનગર : હાઈવે પર લીંબડી નજીક કાર, ડમ્પર અને બાઈક વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૦૩ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક કાર, ડમ્પર અને બાઈક વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૦૩ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા લોકોના ટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા અને પોલીસને જાણ કરી હતી આથી પોલીસ કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતા જેને પોલીસે સ્થળ પર પહોંચી હળવો કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.