Gujarat

રૂ. 74 હજારના એમ. ડી. ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા

By GS TEAM
27 Aug 20251 min read
રૂ. 74 હજારના એમ. ડી. ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા

- અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાંથી

અંક્લેશ્વર : અંકલેશ્વરમાં ગેરકાયદેસર એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ભરૂચ એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે  રૂ.૧૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ભરૂચ એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.તે સમયે બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં ઓમકાર-ર કોમ્પ્લેક્સની સામે ન્યુ સીટી કોમ્પ્યુટરની પાછળ બાબરનાથની ચાલમાં પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવવાના ઇરાદે અન્યને વેચાણ થઇ રહ્યુ છે. જેના આધારે રેઇડ કરતા ત્રણ જેટલા ઈસમો પાસેથી ગેરકાયદે નશાકારક મેથામફેટામીન (એમ.ડી)ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે તેઓ પાસેથી એમ.ડી. ડ્રગ્સ ૭ ગ્રામ ૯૪ મીલીગ્રામ  રૂ. ૭૯,૪૦૦ જપ્ત કર્યુ હતુ.આ ઉપરાંત મોબાઇલ ફોન નંગ-૪ ની  રૂ. ૧,૨૫,૦૦૦, ડીઝીટલ વજનકાંટો જેની  રૂ.૫૦૦, વોકસ વેગેન કાર  રૂ.૧૦ લાખ મળી કુલ રૂ. ૧૨,૦૪,૯૦૦ નો મુદ્દામાલ સાથે અંકલેશ્વર શુભમ સંજય પરીહાર, જગદિશ શેલાભાઇ ભરવાડ, વસીમરાજા મો. હનીફ શેખની  ધડપકડ કરી હતી તેમજ કામરેજના સાહીલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.