Gujarat

લીંબડીમાં યુવાન પર 3 શખ્સનો લાકડી વડે હુમલો

By GS TEAM
25 Feb 20261 min read
લીંબડીમાં યુવાન પર 3 શખ્સનો લાકડી વડે હુમલો

અમારા કીધું કેમ નથી કરતો, કહી

યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો ઃ ત્રણ શખ્સ સામે પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર - લીંબડી શહેરની ભોગાવો નદી કાંઠે ઊંટડી પુલ પર બાઇક લઇ આવી રહેલા યુવકને રસ્તા વચ્ચે આંતરી બાઇક ઉભુ રખાવી રસ્તા વચ્ચે ઉભેલા શખ્સોએ બાઇક સવાર યુવક પર હુમલો કરી મારમાર્યાની ફરિયાદ લીંબડી પોલીસ મથકે નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લીંબડીના ભલગામડા ગેટ ભીલપરા પાસે રહેતા અશ્વિનભાઇ દિનેશભાઈ પરમાર તેમના મિત્ર સાથે બાઇક લઇ આવી રહ્યા હતા ત્યારે વિકી બળદેવભાઇ પરમાર અને તેનો મિત્ર પાર્થ તથા મયુર જગદીશભાઈ ચાવડા ઊંટડી પુલ પર ઉભા હતા અને વિકી પરમારે બોલાચાલી કરી હતી અને તેમના કીધું કેમ કરતો નથી તેમ જણાવી લાકડી વડે હુમલો કરી મારમારી અશ્વિનભાઈને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યો હતો. જે અંગે ભોગ બનનાર બાઈક ચાલકે લીંબડી પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.