Get The App

અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં 1 - image


Earthquake in Amreli: સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં આજે રવિવાર, 29 માર્ચ 2026ના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 નોંધવામાં આવી હતી. 

ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 42 કિમી દૂર (દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં) નોંધાયું હતું અને જેની ઊંડાઈ 11.6 કિમી હતી. આ ભૂકંપ સાંજે 04:10 વાગ્યે આવ્યો હતો.

આ આંચકાને કારણે સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ફફડાટ ફેલાયો હતો. આસપાસના ગામડાંના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા હાલ કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. ભૂકંપ અંગેની વધુ માહિતી માટે તમે અધિકૃત વેબસાઈટ isr.gujarat.gov.in ની મુલાકાત લઈ શકો છો.