પાલીતાણા પોલીસમાં ત્રણ શખ્સ વિરૃધ્ધ ગુનો દાખલ
લોકલ ક્રાઈમ બ્રાન્ચે પોસ્ટલ, કટસ મળી રૃ.૨૦ હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર - પાલીતાણાના મોખડકા ગામની સીમમાં બહુચરમાંના મંદિર પાછળથી લોકલ ક્રાઈમબ્રાન્ચે ત્રણ શખ્સને પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, મોખડકા ગામના બહાદુર પોપટભાઇ ચૌહાણની વાડીએ ભાર્ગવ પ્રજાપતી (રહે.ભુતીયા ડેમ) તથા અનુ ઝીણાભાઇ પરમાર (રહે.ભીલ વાસ, પાલીતાણા) મોખડકા ગામની સીમમાં બહુચરમાંના મંદિર પાછળ આવેલ વાડીમાં કોઇ ગેરકાયદેસર હથિયારના સોદા માટે ભેગા થયેલ છે. અને તેઓ પાસે પીસ્ટલ તથા કાર્ટિસ છે. તે બાતમી આધારે એલસીબીની ટીમે દરોડો પાડી ભાર્ગવ કલ્યાણભાઇ ધંધુકીયા, બહાદુર પોપટભાઇ ચૌહાણ, અનુ ઝીણાભાઇ પરમારને અટકાવી તલાશી લેતા પિસ્ટલ તથા કાર્ટિસ મળી કુલ રૃ.૨૦,૩૦૦નો મુદામાલ મળી આવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી વિરૃધ્ધ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


