Gujarat

'તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં...', ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીની પ્રેમીએ કરી હત્યા

By GS TEAM
23 Nov 20252 mins read
TukuTouch Logo
ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીનો ઘાતકી હાલતમાં મૃતદેહ મળી આવતી ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે મૃતકના ભાઈને જાણ કરાતાં માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ યુવતીને માથા અને મોંના ભાગે પથ્થરના ઘા મારીને હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં...', ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીની પ્રેમીએ કરી હત્યા

Bhuj News : ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીનો ઘાતકી હાલતમાં મૃતદેહ મળી આવતી ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે મૃતકના ભાઈને જાણ કરાતાં માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ યુવતીને માથા અને મોંના ભાગે પથ્થરના ઘા મારીને હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

'તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં...'

પોલીસ ફરિયાદ મુજબ, ભુજના ઢોરી ગામની ઝરીના દાઉદ નામની યુવતીના નિરોણા ગામે લગ્ન થયા બાદ પતિ સાથે મનમેળ ન આવતા ત્રણ વર્ષે છૂટાછેડા લીધા હતા. આ પછી તે પિયરમાં રહેતી હતી. ઝરીના ગામના હરેશ કાનજીભાઈ ગાગલ નામના યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલે છે. જોકે, આ દરમિયાન ઝરીનાના પરિવારે બીજા લગ્ન નક્કી કર્યા હતા. 

ઘટના દિવસે હરેશે ઝરીનાને તેની ડેરી ખાતે મળવા બોલાવી હતી. આ દરમિયાન ઝરીના જણાવ્યું હતું કે 'આપણી હવે અંતિમ મુલાકાત છે. મારા પરિવાર વાળાએ બીજા લગ્નની વાત કરી છે.' એટલામાં હરેશ ઉશ્કેરાઈ જઈને 'તું મારી નહીં થાય તો બીજી કોઈની નહીં થવા દઉં' એમ કહીને ઝરીનાના માથાના ભાગે પથ્થર વડે ઘા કરીને મોતને ઘાટ પહોંચાડે. 

આ પણ વાંચો: સુરત આપઘાત: મંગેતર સાથેની વોટ્સએપ ચેટમાં ડૉ. રાધિકા તણાવમાં હોવાના સંકેત, કૂદતા પહેલા પીધી ઝેરી દવા

હત્યાના બનાવને પગલે મૃતકના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં સામાજિક આગેવાન હોસ્પિટલ પહોંચીને સમગ્ર મામલે તટસ્થ પોલીસ તપાસની માગ કરી છે.