Get The App

નિલમબાગથી 26 બાળકોએ 81 કિ.મી.ની સ્કેટીંગ યાત્રા કરી બગદાણામાં શિશ ઝુકાવ્યું

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
નિલમબાગથી 26 બાળકોએ 81 કિ.મી.ની સ્કેટીંગ યાત્રા કરી બગદાણામાં શિશ ઝુકાવ્યું 1 - image

અગાઉ સાળંગપુર, સોમનાથ અને દ્વારકાની પણ યાત્રા યોજાઈ હતી

ડિસેમ્બરમાં ભાવનગરથી ઉજ્જૈન સુધીની ૫૫૦ કિ.મી.ની સ્કેટીંગ યાત્રા યોજાશે

ભાવનગરભાવનગરથી યાત્રાધામ બગદાણાના ગુરૃ આશ્રમ સુધીની ૮૧ કિ.મી.ની સ્કેટીંગ યાત્રા ગઈકાલે પુર્ણ કરનાર લાયન્સ સ્કેટીંગ કબલના ઉપક્રમે આગામી ડિસેમ્બરમાં ઉજજૈન (એમ.પી.)ની સ્કેટીંગ યાત્રા યોજાશે. જેમાં કલબના સાહસિક બાળકો ૫૫૦ કિ.મી.સ્કેટીંગ કરી મધ્યપ્રદેશ સુધીની યાત્રા કરશે.

ભાવનગર શહેરમાં છેલ્લા ૧૦ વર્ષથી ગણેશ ક્રિડા મંડળ ખાતે હેડ કવાર્ટર તેમજ રામમંત્ર મંદિર તેમજ ક્રાઈસ્ટ સ્કૂલ ખાતે બ્રાંચ ધરાવતી લાયન્સ કલબમાં હાલ ૨૫૦ થી વધુ બાળકોને ટ્રેઈનીંગ આપવામાં આવે છે. કલબ દ્વારા દ્વારા સ્કેટીંગ કરનાર બાળકોમાં નાની વયથી જ સાહસિકતાનો ગુણ વિકસે તેવા ભાવથી અવારનવાર સ્કેટીંગ યાત્રા યોજાય છે. કલબ દ્વારા સર્વ પ્રથમ વખત યોજાયેલ ભાવનગરથી સાળંગપુરના એક દિવસીય યાત્રા યોજાઈ હતી.બાદ સોમનાથની યાત્રાને મળેલી સફળતાથી પ્રેરાઈને ભાવનગરથી યાત્રાધામ દ્વારકા સુધીનો ૪૨૫ કિ.મી.ની સ્કેટીંગ યાત્રા યોજાઈ હતી. જેમાં ખોડીયાર મંદિરે દર્શન કરી ૨૧ જેટલા સાહસિક બાળકોએ દ્વારકા જવા પ્રસ્થાન કર્યુ હતુ. કલબ દ્વારા ભાવનગરથી બગદાણાની સ્કેટીંગ યાત્રા ગત તા.૩૧મીએ યોજાઈ હતી. પ્રારંભે શહેરના નીલમબાગ સર્કલ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ યાત્રાને ફાઉન્ડર ડાયરેકટર પ્રણવ અંધારીયા અને આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ યાત્રામાં ફકત એક હોલ્ટ ધારડીના ગુરૃઆશ્રમમાં કરી સાંજે બગદાણાના ગુરુઆશ્રમની સંધ્યા આરતીમાં બાળકોએ ભાવભેર શિશ ઝુકાવી, પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી.

યાત્રામાં સૌથી નાના છ વર્ષની બાળકએ કૌશલ્ય દર્શાવ્યુ

આ યાત્રામાં સૌથી નાના ફકત છ વર્ષના બાળક દિવ્યરાજ કેદારી તેમજ અંડર ૧૦ તેમજ ૧૨ વર્ષની ૨-૨ બાળા મળી કુલ ૪ બાળાઓ તેમજ ૨૨ બોયઝ મળી કુલ ૨૬ બાળકોએ ઉત્સાહભેર અદ્રભુત કૌશલ્ય દર્શાવ્યુ હતુ.