Gujarat

હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી

By GS TEAM
27 Feb 20261 min read
હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી

સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે

કુમકુમ તિલક અને ગુલાબ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું ઃ ગેરરીતિ અટકાવવા તંત્ર સજ્જ

હળવદહળવદ તાલુકામાં પરીક્ષાના પ્રથમ દિવસે કુમકુમ તિલક અને ગુલાબ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું. આજે ધો.૧૦ના ૨૨૫૪ અને ધો.૧૨ના ૧૮૫૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

હળવદ તાલુકામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે તક્ષશિલા, મહષ ગુરુકુળ અને સરદાર પટેલ વિદ્યાલય સહિતના કેન્દ્રો પર ધો.૧૦ના ૨૨૫૪ અને ધો. ૧૨ના ૧૮૫૪થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા.

પરીક્ષા કેન્દ્રો પર શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, ગુલાબ આપી અને મોં મીઠું કરાવી હાદક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ધોરણ ૧૦ માં ગુજરાતીનું પેપર ખૂબ જ સરળ રહેતા અને તેમાં 'મારો પ્રવાસ' જેવો નિબંધ પૂછાતા વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું, જ્યારે ધો.૧૨મા ભૌતિક વિજ્ઞાાન અને અર્થશાસ્ત્રના પેપર સાથે પરીક્ષાનો પ્રારંભ થયો હતો. દરેક કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ પરીક્ષા બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.