Get The App

માધવપુર નજીક મળેલા 21 પેકેટમાં માદક પદાર્થ 'મેરેઝુએના હસીસ' હતો

Updated: Aug 4th, 2022

GS TEAM

Google News
Google News
માધવપુર નજીક મળેલા 21 પેકેટમાં માદક પદાર્થ 'મેરેઝુએના હસીસ' હતો 1 - image


ફોરેન્સિક લેબનાં પરીક્ષણનાં અંતે પોલીસ ફરિયાદ દાખલ દરિયાઈ સુરક્ષા એજન્સીનાં ડરથી અજાણ્યા શખ્સોએ દરિયામાં રૂ. 34.81 લાખનો 23 કિલો ડ્રગ્સનો જથ્થો ફેંકી દીધાનાં તારણ સાથે તપાસ શરૂ 

પોરબંદર, : માધવપુર અને ગોરસર વચ્ચેના દરીયા કિનારેથી ગઈકાલે મળી આવેલ શંકાસ્પદ પાવડરના 21 પેકેટની એફએસએલ તપાસ થતા તે મેરેઝુએના હસીસ નામનો માદક પદાર્થ હોવાનું બહાર આવ્યું છે. 23 કિલો વજન ધરાવતા આ પદાર્થની કિંમત 34 લાખથી વધુ હોવાનું ખુલ્યું છે ત્યારે અંતે તે અંગેની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 

પોરબંદર જિલ્લા પોલીસ કન્ટ્રોલરૂમ તરફથી વીએમએફ મેસેજ દ્વારા માધવપુર પીએસઆઈને એવી જાણ કરવામાં આવી હતી કે માધવપુર અને ગોરસર વચ્ચેની દરિયાઈ પટ્ટી પર મામા પાગલ આશ્રમ પાછળના દરીયા કાંઠે શંકાસ્પદ પદાર્થના 21 પેકેટ પડયા છે અને જે પ્રાથમિક દ્રશ્ટીએ નશાયુકત પદાર્થ હોવાનું જણાયું હતું.

આ ર૧ પેકેટ પદાર્થનો જથ્થો કજે કરીને એફએસએલના અધિકારી દ્વારા તેનો કબ્જો લઈને તપાસ કરવામાં આવી હતી અને સેમ્પલ લેવાયા બાદ રેન્ડમ રીતે ચેક કરતાં તે મેરેઝુએના હસીસ નામનો નશીલો પદાર્થ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. લુગદી જેવા આ પદાર્થના પેકેટ ઉપર કોફીકો માર્કાની છાપ મારેલ હતી અને આ તમામ 21 પેકેટનું ફૂલ વજન કરવામાં આવતા તે મેરેઝુએા હસીસ નામનો માદક પદાર્થ 23 કિલો 208 ગ્રામ થયો હતો. જેની કિંમત 34 લાખ 81 હજાર 200 થવા જાય છે. 

તેથી તેનો કબ્જો લઈને અજાણ્યા ઈસમ સામે એનડીપીએસ એકટ એવો ગુન્હો નોંધાવ્યો છે કે કોઈ અજાણ્યા ઈસમોએ ભારતના યુવાધનને બરબાર કરવા માટે દરિયાઈ માર્ગે આ માદક પદાર્થ ગેરકાયદેસર રીતે લાવતી વખતે દરિયાઈ સુરક્ષા એજન્સીઓના ડરથી તેને દરિયામાં ફેંકી દીધો છે અને આ પદાર્થ દરિયાઈ પ્રવાહ સાથે તણાઈને ગોરસરના દરિયાકાંઠે આવ્યો છે તેથી અજાણ્યા શખ્સો સામે ગુન્હો થતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags :