Gujarat

બે સૂર્યગ્રહણ-બે ચંદ્રગ્રહણ, ગરમી વધુ પડશે અને ઠંડી ઓછી, 2026 અંગે ચોંકાવનારી 'ભવિષ્યવાણી'

By GS TEAM
2 Jan 20262 mins read
TukuTouch Logo
વિક્રમ સવંત 2082 બે સૂર્ય અને ચંદ્ર ગ્રહણથી અતિ ભારે ગરમી અને ઠંડી ઓછી પડવાની સંભાવના છે. 21થી 24 ફેબ્રુઆરી દરમ્યાન ફરી માવઠાની સંભાવના છે, જ્યારે 14 જાન્યુઆરીના મક્રરસંક્રાંતિના વિછૂડો બેસવાથી વાતાવરણ પલટાઈ વાદળીયું હવામાન રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બે સૂર્યગ્રહણ-બે ચંદ્રગ્રહણ, ગરમી વધુ પડશે અને ઠંડી ઓછી, 2026 અંગે ચોંકાવનારી 'ભવિષ્યવાણી'

Shocking 2026 Predictions: વિક્રમ સવંત 2082 બે સૂર્ય અને ચંદ્ર ગ્રહણથી અતિ ભારે ગરમી અને ઠંડી ઓછી પડવાની સંભાવના છે. 21થી 24 ફેબ્રુઆરી દરમ્યાન ફરી માવઠાની સંભાવના છે, જ્યારે 14 જાન્યુઆરીના મક્રરસંક્રાંતિના વિછૂડો બેસવાથી વાતાવરણ પલટાઈ વાદળીયું હવામાન રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

17 ફેબ્રુઆરી 2026ના કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે જે ભારતમાં દેખાશે નહી. 3 માર્ચના મંગળવારે ઘૂળેટીના દિવસે કકણાકૃતિ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. જ્યારે 12 ઓગષ્ટ 2026ના ખગ્રાસ સૂર્ય ગ્રહણ અને 27 ઓગષ્ટ 2026ના ખગ્રાસ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે. આ વર્ષે બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ આવવાથી અતિ ગરમી પડશે જ્યારે ઠંડી ઓછી પડશે.

અવકાશની સ્થિતિ તેમજ ભડલી વાક્યના આધારે છેલ્લા 35 વર્ષથી પૂર્વાનુમાન કરતા વંથલીના વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રમણિકભાઈ વામજાએ જણાવ્યું હતું કે, બે ચંદ્રગ્રહણ અને બે સૂર્ય ગ્રહણના લીધે દરિયાઈ પટ્ટીમાં તોફાની વરસાદ તેમજ ઝાકળ વઘુ આવવાની અને કુદરતી આફતની સંભાવના છે. 2 થી 5 જાન્યુઆરી દરમ્યાન ગાઢ ધુમ્મસ અને વાદળો રહેશે, જ્યારે વિછૂડો બેસવાથી 12થી 16 જાન્યુઆરી દરમ્યાન હવામાનમાં પલ્ટો આવશે અને વાદળીયું વાતાવરણ રહેશે. 

17 સપ્ટેમ્બર 2026ના ગુરૂવારે ભાદરવા સુદ છઠ્ઠના અનુરાધા નક્ષત્ર હોવાથી વર્ષ સારૂ થશે. મકરસંક્રાંતિના અનુરાધા નક્ષત્ર હોવાથી અનાજનો ભાવ ઘટવાની સંભાવના છે. એકંદરે ખેડૂતો માટે વર્ષ સારૂ તેમજ વેપારીઓ માટે મંદિનું વર્ષ રહે એવી શક્યતા છે. સફેદ વસ્તુ મોંઘી થાય તેવું પણ અનુમાન છે.