Get The App

કડીમાં પ્રેમ સંબંધમાં હિચકારી હત્યા, 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો, 7 દિવસે મૃતદેહ મળ્યો

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
કડીમાં પ્રેમ સંબંધમાં હિચકારી હત્યા, 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો, 7 દિવસે મૃતદેહ મળ્યો 1 - image


Kadi News : મહેસાણાના કડીમાં પ્રેમ પ્રકરણની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કાકાની સાળી સાથે ભત્રીજાના પ્રેમ સંબંધની પ્રેમિકાના પતિ અને સાસરિયામાં જાણ થતાં ત્રણ આરોપીઓએ પ્રેમી યુવકનું અપહરણ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેમાં આરોપીઓએ 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો હતો. જો કે, 7 દિવસે મૃતદેહ મળતાં સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ પ્રેમિકાના પતિ સહિત ત્રણ આરોપી સામે કડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો

મળતી માહિતી મુજબ, કડી તાલુકાના આદુંદરા ગામના સની પ્રવીણભાઈ રાવળ(ઉં.વ.20) નામના યુવકનું તેના કાકા પ્રકાશ રાવળની સાળી સાથે પ્રેમ સંબંધ હતો. સમગ્ર મામલે પરિણીતાના પતિ રમેશ રાવળ અને સાસરિયા પક્ષને જાણ થતાં રમેશે તેના ભાઈ જયંતી રાવળ અને ભત્રીજા સુનીલ રાવળ સાથે મળીને મૃતક સનીને રસ્તાપરથી હટાવી દેવાનું કાવતરું રચ્યું હતું. જેમાં ગત 1 એપ્રિલ, 2026ના રોજ પરિણીતા પ્રેમિકાને ડરાવીને આરોપીઓએ સનીને થોળ પાસે બોલાવ્યો હતો અને પછી સનીનું પીક-અપ વાહનમાં અપહરણ કરીને સાણંદ GIDC થઈને બાવળાના સાંકળ ગામની સીમમાં પહોંચ્યા હતા. 

આ દરમિયાન ત્રણેય આરોપીઓએ સનીને ગાડીમાં માર મારતા હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી આરોપીઓએ સનીના મૃતદેહને સૌરાષ્ટ્ર નર્મદા કેનામમાં ફેંકી દીધો હતો. જો કે, દીકરો ગુમ થતાં પરિવારે ગત 7 એપ્રિલના રોજ પુત્રના ગુમ થવાની કડી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. 

આ પણ વાંચો: જામનગરમાં મકાનના ભાગના પ્રશ્ને યુવાન પર હુમલો : મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

આ દરમિયાન લખતર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યુવકનો મૃતદેહ મળી આવતા તે સનીનો હોવાનુ જણાયું હતું. સમગ્ર મામલે મૃતકના પરિવારે કડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.