Get The App

કરોડો રૃપિયાના ફ્રોડ 3 કેસમાં 2 શખ્સને 3-3 વર્ષની સજા

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
કરોડો રૃપિયાના ફ્રોડ 3 કેસમાં 2 શખ્સને 3-3 વર્ષની સજા 1 - image

ભાવનગર અને અમરેલી જિલ્લાના વેપારીઓ પાસેથી માલ લીધા બાદ રૃપિયા ન આપ્યા

પૈસાની ઉઘરાણી કરે તો અમદાવાદ અને સાવરકુંડલાના શખ્સો ભડાકે દેવાની ધમકી આપતા

ભાવનગર -  ભાવનગર અને અમરેલી જિલ્લાના જીનીંગ મીલના વેપારીઓ પાસેથી કરોડો રૃપિયાનો કપસા લીધા બાદ રૃપિયા નહીં આપી ભડાકે દેવાની ધમકી દઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર અમદાવાદ, સાવરકુંડલાના શખ્સો ત્રણ કેસમાં ત્રણ-ત્રણ વર્ષ કેદની સજા અને રોકડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મદાવાદના સેટેલઈાટ, દેવઆર્ક પાછળ, આશાવરી ટાવર, ૯૦૨માં રહેતો અને વલ્લભ એક્ઝીમનો ડિરેક્ટર જીતેશ રમેશભાઈ ગાજરિયા તેમજ યશવંત ઉર્ફે અશ્વિન નટવરલાલ ત્રિવેદી (રહે, મારૃતી પ્લોટ નં.૧૦, ગ્રામ સેવા હાઉસીંગ સોસાયટી, મહુવા, સાવરકુંડલા) નામના શખ્સો સામે જીનીંગ મીલ માલિક અકબરભાઈ અભરામભાઈ બીલખિયા (રહે, બોરડાવાડી, ઘાંચીવાડ, ગારિયાધાર) અને અલારખભાઈ અભરામભાઈ બીલખિયા (રહે, બીલખિયાનગર, વીરડી રોડ, ગારિયાધાર)એ વર્ષ ૨૦૧૩માં કુલ ત્રણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં બન્ને આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી રૃા.૯૪,૧૭,૮૪૮, રૃા.૩૨,૫૫,૧૫૬ અને રૃા.૭૫,૬૨,૫૨૯ની કિંમતનો કપાસનો માલ લઈ એકાઉન્ટમાં બેલેન્સ ન હોવા છતાં ચેક આપી છેતરપિંડી-વિશ્વાસઘાત કરેલ તેમજ ગાળો દઈ જો પૈસાની ઉઘરાણી કરશો તો ભડાકે દેશું તેમ કહીં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતે ગારિયાધાર પોલીસે 'એમ' કેસ નં.૦૧/૨૦૧૩, કેસ નં.૦૨/૨૦૧૩ અને કેસ નં.૦૩/૨૦૧૩થી આઈપીસી ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાનમાં આ અંગેનો કેસ ગારિયાધારના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસ એચ.આર. ઠક્કરની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ આર.ડી. સેજુની ધારદાર દલીલો, રજૂ થયેલા આધાર-પુરાવા વગેરેને ધ્યાને રાખી કોર્ટે બન્ને આરોપી જીતેશ ગાજરિયા અને યશવંત ઉર્ફે અશ્વિન ત્રિવેદીને ત્રણેય કેસમાં કસુરવાન ઠેરવી ત્રણ-ત્રણ વર્ષ સાદી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.

વધુમાં આરોપીઓએ વારાફરતી એક પછી એક સજા ભોગવવાની રહેશે. વીથ પ્રોસિક્યુટર તરીકે બી.કે. ચાવડા જોડાયા હતા.