Get The App

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે 1 - image

નેત્રમના સીસીટીવીની મદદથી ચોર પકડાયા

ચાર દિવસ પૂર્વે કોપર પાઈપ રૃ.૩૮ હજારના તસ્કરો ઉઠાવી ગયા હતા

ભાવનગર -  ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલ એલ.આઇ.સી કચેરીની અગાશીમાં રાખેલ એસીના આઉટડોરમાંથી આશરે ૧૧૦ ફૂટ કોપર પાઈપ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટયો હતો. આ બનાવ સંદર્ભે પોલીસે બે શખ્સને ઝડપી લીધા હતા.

ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવ વિસ્તારમાં આવેલ એલઆઇસી ઓફિસમાં એકાદ માસ પૂર્વે અગાશીમાં એસીના આઉટડોર સાથે લાગેલી કોપર પાઇપની ચોરી થવા પામી હતી ત્યારબાદ ફરી એક વખત એલઆઇસી ઓફિસમાં ચોરી થઈ હતી. જેમાં ગત રોજ શનિ-રવિમાં ઓફિસ બંધ હતી તે અરસા દરમિયાન કોઈ અજાણ્યા શખસોએ ઓફિસના એસીના આઉટડોર અગાશીમાં હોય જે ખુલ્લી અગાશીમાં પ્રવેશ કરી આઉટડોર માંથી કોપર પાઈપ ૧૧૦ ફુટ રૃ.૩૮,૫૦૦નો કાપી ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે ગંગાજળિયા પોલીસે વિશાલ ઉર્ફે અજય મહેશભાઇ મકવાણા (રહે.ગધેડીયા ફિલ્ડ, ફુટપાથ ઉપર ભાવનગર), રવિ કિશોરભાઇ સોલંકી (રહે.ચાવડીગેટ, પાવર હાઉસની બાજુમાં, ઝુપડપટ્ટી) ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.