Gujarat

ખેડા જિલ્લામાં જુદા જુદા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત

By GS Team
6 Jun 20201 min read
This article was originally published on 6 Jun 2020
ખેડા જિલ્લામાં જુદા જુદા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત

નડિયાદ, તા.6 જૂન 2020, શનિવાર

ખેડા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ ઉપર ગમખ્વાર અકસ્માતો સર્જાયા હતા. જેમાં અકસ્માતનો પહેલો બનાવ આગરવા પાટીયા પાસે અને બીજો બનાવ ઠાસરા તાલુકાના સામળપુરા ગામની સીમમાં સર્જાયો હતો. બંને અકસ્માતમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. અને બંને બનાવો અંગે સૃથાનિક પોલીસ માૃથકોએ ફરિયાદ નોંધાઇ છે. અકસ્માતનો પહેલો બનાવ ઠાસરા તાલુકાના આગરવા પાટીયા પાસે સર્જાયો હતો. જેમાં એક અજાણ્યો પુરૃષ ઉં.વ. ૫૫ની આશરાનો ચાલતા જતા હતા. તે  સમયે એક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા અજાણ્યા ઈસમનું ઘટના સૃથળે જ મૃત્યુ નિપજ્યું હતું. 

આ બનાવ અંગે ભૂતપસિંહ છોટુસિંહ ડાભી રહે. વણોતી, તા. ઠાસરાએ ડાકોર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરૃધૃધ ફરિયાદ નોંધાવી છે. ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ ઠાસરા તાલુકાના શામળપુરા ગામની સીમમાં સર્જાયો હતો. જેમાં એક મોટરસાઈકલ ચાલક પોતાનું મોટરસાઈકલ લઈ જઈ રહ્યો હતો તે સમયે રસ્તામાં વાહન સ્લીપ ખાતા મોટરસાઈકલ ચાલક - દેવાજી સાકળજી આદિવાસી રોડ પર પટકાયા હતા અને માથાના ભાગે  ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સાકળજી ભલાજી આદિવાસી રહે. ઈડર, જિ. સા.કાં.એ ઠાસરા પોલીસ માૃથકે મોટરસાઈકલના ચાલક વિરુધૃધ ફરિયાદ નોંધાવી છે.  

.