Get The App

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા 1 - image

મહિલાની નજર સામે પતિ અને માતાનું મોત

ખુટવડા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર વાહન ચાલક સામે ગુનો નોંધાયો

ભાવનગર - જેસર પંથકના તાતણીયા કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં મહિલાની નજીર સામે તેના પતિ અને માતાનું કરૃણ મોત નિપજ્યું છે. જ્યારે મહિલાને ઈજા પહોંચી હતી. બનાવ અંગે અકસ્માત સર્જનાર આઈસર ટેમ્પોના ચાલક સામે ખુટવડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે રહેતા નયનાબેન ભુરાભાઈ ચૌહાણ ગત તા.૧૦-૦૫ના રોજ જીજે-૦૧-ઈજે-૧૪૭૧ નંબરના બાઈકમાં તેમના પતિ ભુરાભાઈ બોઘાભાઈ ચૌહાણ અને માતા બાજુબેન રાઘવભાઈ બારૈયા સાથે બપોરે ૨.૩૦ કલાકના અરસામાં સેંદરડા ગામેથી મઢડા ગામે જવા નિકળ્યા હતા ત્યારે તાંતણીયા થઈને કરજાળા કટિંગથી કરજાળા ગામ બાજુ પહોંચતા જીજે-૦૪-એડબલ્યુ-૦૦૫૩ નંબરના આઈસર ટેમ્પોના ચાલકે તેમની સાથે અકસ્માત સર્જતા તેમના પતિ ભુરાભાઈ બોઘાભાઈ ચૌહાણ અને માતા બાજુબેન રાઘવભાઈ બારૈયાને માથા અન

શરીરના અન્ય ભાગોમાં ખુબ ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે નયનાબેનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે નયનાબેન ભુરાભાઈ ચૌહાણે ખુટવડા પોલીસ મથકમાં આઈસર ટેમ્પોના ચાલક મનસુખ અરજણભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.