Gujarat

ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા

By GS TEAM
24 Feb 20261 min read
ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા

વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં

પાણીની મોટરજેસીબીના પાવડાડ્રીલ મશીન સહિત રૃ.૫૩ હજારનો મુદ્દામાલ રિકવર કરાયો

વિરમગામ -  વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર બે શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા છે. પોલીસે પાણીની મોટરજેસીબીના પાવડાડ્રીલ મશીન સહિત રૃ.૫૩ હજારનો મુદ્દામાલ રિકવર કરી કાર્યવાહી હાથ ધરી છે.

વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુના સંદર્ભે પોલીસ ટીમને સચોટ બાતમી મળી હતી કે ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સો સચાણા ગામ પાસેથી પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ઝીણાભાઈ કાંતિભાઈ દેવીપુજક (રહે.મેલડીનગરજેટકો બહારવિરમગામ) અનીલ ધમાભાઈ દેવીપુજક (રહે.પોપટ ચોકડીવિરમગામ)ને આંતર્યા હતા.

પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ કુલ રૃ. ૫૩,૫૦૦ની કિંમતની (૧) પાણી ખેંચવાની જૂની મોટર (૨) પ્લાન્ટ સેન્સર અને પ્લાન્ટનું એક્યુટર (૩) જેસીબીના પાવડા (૪) પ્લાન્ટનું સ્ટેન્ડ (૫) ડ્રીલ મશીન કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.