Gujarat

કપડવંજની દાણા ચોકડીએથી રૃપિયા 7.45 લાખની મત્તા સાથે 2 ઝડપાયા

By GS TEAM
25 Dec 20251 min read
કપડવંજની દાણા ચોકડીએથી રૃપિયા 7.45 લાખની મત્તા સાથે 2 ઝડપાયા

- અમદાવાદની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો 

- બંને આરોપીઓને અમદાવાદની એલીસબ્રિજ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરાઈ હતી

કપડવંજ : કપડવંજ ટાઉન પોલીસે અમદાવાદના એલીસબ્રિજ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. પોલીસે કુલ રૃ. ૭,૪૫,૩૦૦ની કિંમતના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

કપડવંજ ટાઉન પોલીસની ટીમ સર્વેલન્સ સ્કાડ સાથે સ્ટેશન વિસ્તારમાં પેટ્રિલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, અમદાવાદના એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં ચોરાયેલા મુદ્દામાલ સાથે બે શખ્સો એક્ટિવા પર કપડવંજ શહેરમાં વેચાણ અર્થે આવનાર છે. જે બાદ પોલીસે દ્વારા કપડવંજ દાણા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મળેલા બંને શખ્સો એક્ટિવા લઈને આવતા પોલીસે તેમની અટકાયત કરતા ચોરાયેલો ૭,૪૫,૩૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીને અમદાવાદ શહેર ખાતે સોંપવા જાણ કરવામાં આવી છે.

ઝડપાયેલા શખ્સોના નામ 

(૧) દર્શનકુમાર નટવરભાઇ મકવાણા (ઉ.વ. ૨૩, રહે. કપડવંજ), (૨) તિર્થ ઘનશ્યામભાઈ કાછીયા પટેલ (ઉ.વ. ૨૧, રહે. કપડવંજ)