Get The App

પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, SPનો હુકમ

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, SPનો હુકમ 1 - image


Gujarat Police : ગુજરાત પોલીસમાં અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 પોલીસ ઈન્સ્પેક્ટર(PI) અને 41 પોલીસ સબ ઈન્સ્પેક્ટર(PSI)ની બદલી કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક(SP)એ બદલીનો હુકમ કર્યો છે. 

અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી

અમદાવાદ જિલ્લા SP દ્વારા આજે(7 જાન્યુઆરી, 2026) વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ બેડામાં મોટાપાયે આંતરિક બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની બદલી થતાં પોલીસ તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે. 

19 PIની બદલી

પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, SPનો હુકમ 2 - image

આ પણ વાંચો: ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક, જાણો લાયકાત અને અરજીની વિગત

41 PSIની બદલી

પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, SPનો હુકમ 3 - imageપોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, SPનો હુકમ 4 - image

સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાસ કરીને જે અધિકારીઓ લાંબા સમયથી એક જ સ્થાને સ્થાયી હતા, તેમને બદલીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. હાલમાં તમામ બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા માટે સૂચના આપી દેવામાં આવી છે.