Get The App

ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક, જાણો લાયકાત અને અરજીની વિગત

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક, જાણો લાયકાત અને અરજીની વિગત 1 - image


Recruitment in Technical Cadre of Gujarat Police : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)એ વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-3 ટેકનિકલ કેડર માટે ભરતીની જાહેરાત કરી છે. એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમાની લાયકાત ધરાવતા લોકોને ગુજરાત પોલીસમાં જોડાવાની આ એક સુવર્ણ તક છે. પોલીસ ભરતી બોર્ડે કુલ 950 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં આગામી 9 જાન્યુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે. 

ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ પર ભરતી

GPRBએ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ), ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક સહિતની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં વાયરલેસ વિભાગમાં કુલ 830 જગ્યાઓ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં કુલ 80 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. જેમાં 9 જાન્યુઆરી, 2026ના બપોરે 2 વાગ્યાથી 28 જાન્યુઆરી, 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધીમાં ojas.gujarat.gov.in  પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 

ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક, જાણો લાયકાત અને અરજીની વિગત 2 - image

વાયરલેસ વિભાગ (કુલ: 830 જગ્યાઓ)
જાહેરાત ક્રમાંક નં.પોસ્ટનું નામજગ્યાઓ
GPRB/202526/2પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)172
ટેકનિકલ ઓપરેટર698
કુલ870
મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ (કુલ: 80 જગ્યાઓ)
જાહેરાત ક્રમાંક નં.પોસ્ટનું નામજગ્યાઓ
GPRB/202526/3પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)35
GPRB/202526/4હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1)45
કુલ80


PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર

લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી BE/B.Tech (એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી).

- ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન (EC)

- ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન

- ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ

- ઈન્ફર્મેશન ટેકનોલોજી (IT)

- ઈન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT)

- કમ્પ્યુટર એન્જિનિયરિંગ / કોમ્પ્યુટર સાયન્સ

આ પણ વાંચો: અમદાવાદની 1800 શાળાઓના 5 લાખ વિદ્યાર્થીઓએ લીધા શપથ, 'ચાઈનીઝ દોરીને ના, પક્ષી બચાવવાને હા'

પોલીસ સબ ઇન્સ્પેક્ટર - મોટર ટ્રાન્સપોર્ટ

લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી.

હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1)

લાયકાત: ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.