Get The App

ભાવનગર, બોટાદ અને અમરેલીની 150 મંડળીઓને આઈ.ટી.ની કરોડોની નોટીસથી રોષ

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર, બોટાદ અને અમરેલીની 150 મંડળીઓને આઈ.ટી.ની કરોડોની નોટીસથી રોષ 1 - image

ભાવનગર આઈ.ટી.ને સંયુક્ત આવેદન પત્ર પાઠવાયું

ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા નફા-નુકસાનના બદલે ટન ઓવર પર નોટીસ આપતા ચર્ચા

ભાવનગર - ભાવનગર, બોટાદ અને અમરેલીની ૧૫૦ જેટલી સહકારી મંડળીઓને કરોડો રૃપિયાની ઈન્કમ ટેક્સ નોટીસ પાઠવાતા વ્યાપક ચકચાર જાગી છે. જોકે આ નોટીસ કુલ ટન ઓવર પરથી અપાઈ છે. જ્યારે મંડળીના સભાસદોએ નફા-નુકસાન પર હિસાબ કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું છે.

ભાવનગરનાં ૧૦ બોટાદના ૨ અને અમરેલીનાં ૧ એમ કુલ ૧૩ તાલુકાને અંદાજીત ૧૫૦ જેટલી મંડળીઓને ઈન્કમ ટેક્સની સમજણ વિના નોટીસો હુકમો કરેલ છે. તેમાં સીદસર જુથ મંડલીને ૬ કરોડ, સોડવદરા જુથ મંડલીને ૯ કરોડની, દિહોર મંડલી ૨૦ કરોડની, જનડા મંડલીને ૩૫ કરોડની આમ ૫૦ લાખથી માંડીને ૩૫ કરોડ રૃપિયા સુધીની નોટીસો આપીને હુકમ કરતા વ્યાપક ચર્ચા જાગી છે.  આ મુદ્દે તા. ૨૩-૫ના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ભીખાભાઈ જાજડીયાએ દરેક મંડળીઓને લઈન્કમટેક્સની નોટીસોને લઈને સામુહીક રજુઆત કરવા મીટીંગ બોલાવી હતી. જેમાં આજે સંયુક્ત રીતે ભાવનગર ઇન્કમટેક્ષને આવેદનપત્ર આપી આ નોટીસો ખોટી અને ગેરકાયદેસર હોવાનું જણાવી ફક્ત ભાવનગર જીલ્લા બેંકની શાખામાંથી ટન ઓવરના આંકડા ઉપરથી આપી દીધી હોય નફા નુકસાનના આંકડા લીધા ન હોવાનું જણાવ્યું હતું. ગ્રામ્ય લેવલે દરેક વ્યક્તિ ટેકનોલોજીના જાણકાર ન હોય ડીપાર્ટમેન્ટે દરેક નોટીસો ઈમેઇલથી મોકલી છે જે નોટીસો ફીજીકલ પોસ્ટથી મોકલવી જોઈએ. મંડળીઓ નાની હોય તેમને આવી નોટીસના જવાબ  માટે કરવો પડતો ખર્ચ (લીગલ તથા કન્સલ્ટીંગ) પોસાય તેવું નથી. ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા જો મંડળીને રીટર્ન ફાઈલ હોય તેવા સંજોગોમાં ટર્ન ઓવર આધારીત નોટીસને બદલે જે તે નાણાકીય વર્ષના રજુ કરવામાં આવેલ નફા કે નુકસાનનાં આધારે નોટીસ કરવા તથા આ નોટીસો રદ કરવાની માંગણી કરી છે.