Gujarat

જામનગર જિલ્લા પંચાયતમાં 15 જનરલ બેઠકો જાહેર

By GS TEAM
29 Mar 20262 mins read
TukuTouch Logo
ગઇકાલે બહાર પાડેલા રોટેશન મુજબ જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખપદે મહિલા સામાન્ય રહેશે. જેમાં 24 માંથી 15 જનરલ, અનુ.ર, અનુ. જ. જા. 1 અને ઓબીસી 6, નું રોટેશન રહેશે. આમરામાં બિનઅનામત સામાન્ય, અલીયામાં સામાન્ય સ્ત્રી, બેડ અનુ.જાતિ, ભણગોર સામાન્ય, ચેલા ઓબીસી સ્ત્રી, ધુંવાવ ઓબીસી, ધુતારપર ઓબીસી સ્ત્રી, જોડીયા અને ખઢેરા ઓબીસી, ખરેડી સામાન્ય, ખારવા, ખીમરાણા અને લાલપુરમાં સામાન્ય સ્ત્રી, લતીપુર સામાન્ય, મોરકંડા અનુ.જાતિ સ્ત્રી, ગોપ સામાન્ય, નવાગામ આદિ. જાતિ, નિકાવા, પીપરટોડા અને પીઠડ, સતાપર સામાન્ય સ્ત્રી, શેઠવડાળા અને સિંગચ સામાન્ય બેઠકમાં રોટેશન થયુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લા પંચાયતમાં 15 જનરલ બેઠકો જાહેર

ગઇકાલે બહાર પાડેલા રોટેશન મુજબ જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખપદે મહિલા સામાન્ય રહેશે. જેમાં 24 માંથી 15 જનરલ, અનુ.ર, અનુ. જ. જા. 1 અને ઓબીસી 6, નું રોટેશન રહેશે. આમરામાં બિનઅનામત સામાન્ય, અલીયામાં સામાન્ય સ્ત્રી, બેડ અનુ.જાતિ, ભણગોર સામાન્ય, ચેલા ઓબીસી સ્ત્રી, ધુંવાવ ઓબીસી, ધુતારપર ઓબીસી સ્ત્રી, જોડીયા અને ખઢેરા ઓબીસી, ખરેડી સામાન્ય, ખારવા, ખીમરાણા અને લાલપુરમાં સામાન્ય સ્ત્રી, લતીપુર સામાન્ય, મોરકંડા અનુ.જાતિ સ્ત્રી, ગોપ સામાન્ય, નવાગામ આદિ. જાતિ, નિકાવા, પીપરટોડા અને પીઠડ, સતાપર સામાન્ય સ્ત્રી, શેઠવડાળા અને સિંગચ સામાન્ય બેઠકમાં રોટેશન થયુ છે.

જામનગરની તાલુકા પંચાયતોનું પણ રોટેશન જાહેર થયું

જામનગર તાલુકા પંચાયતનું પણ રોટેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં  જોડીયા તા.પંચાયતમાં 16 બેઠકમાંથી 10 બેઠકો જનરલ, ઓબીસી 4, અને અનુ.જનજાતિની એક એક બેઠકો રખાઇ છે .

જયારે લાલપુર તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠક છે, તેમાં સામાન્ય 10, ઓબીસી 5, અનુ.જનજાતિ 1, અને અનુ.જાતિ 2 જાહેર થઇ છે. 

કાલાવડ તા.પંચાયતમાં 18 બેઠકોમાં 10 સામાન્ય, 2 અ.જા., 1 અ.જ.જા. અને 5 ઓબીસી જાહેર થઇ છે.  જામજોધપુર તા.પંચાયતમાં 18 બેઠકોમાં 10 સામાન્ય, ૫ ઓબીસી, 2 અ.જા., અને એક અ.જ.જા. જાહેર થઇ છે. 

ધ્રોલ તા.પંચાયતમાં 16 બેઠકોમાં 10 સામાન્ય, ઓબીસી 4, અ.જા.1, અ.જ.જા. 1 જાહેર થઇ છે. જામનગર તાલુકા પંચાયતમાં 26 બેઠકોમાં 15 સામાન્ય, 3 અનુ., 7 ઓબીસી, 1 અનુ.જનજાતિનો સમાવેશ થાય છે. ધ્રોલ તાલુકા પંચાયતમાં સામાન્ય 10, 4 ઓબીસી, 1 અ.જા., 1 અ.જ.જા. સતાનુ સુકાન સંભાળશે. જોડીયામાં સામાન્ય મહિલા પ્રમુખ, જામજોધપુરમાં ઓબીસી મહિલા પ્રમુખ, ધ્રોલમાં સામાન્ય અનામત (પુરૂષ), લાલપુરમાં સામાન્ય પુરુષ, કાલાવડમાં અનુ.જાતિની મહિલા અને જામનગર તાલુકા પંચાયતમાં પણ રોટેશન અમલમાં આવશે.